Drugs seized from Mundra મુન્દ્રામાંથી મોટીમાત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપાયો , ISISના આતંકવાદીઓ આ કામ માટે કરે છે તેનો ઉપયોગ

July 29, 2024

Drugs seized from Mundra: છેલ્લા થોડા દિવસ થી જે રીતે ગુજરાતમાં (Gujarat)ડ્રગ્સ (Drugs) પકડાઈ રહ્યું છે તે જોતા તો લાગી રહ્યું છે ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત મોટી માત્રામાં ડ્ર્ગ્સ ઝડપાયું છે. કચ્છના (Kutchh) મુન્દ્રામાંથી (Mundra) 100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

કચ્છના મુન્દ્રામાંથી 100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

રાજ્યમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા કસ્ટમ્સના એસઆઈઆઈબી (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા 110 કરોડની કિમ્મતનો ડ્રગ્સનો જથ્થો જડપી પાડવામા આવ્યો છે. આ ડ્રગ્સને બાતમીના આધારે આફ્રિકા મોકલવામાં આવતા ડ્રગ્સ કસ્ટમની કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ કરતા ટ્રામાડોલની 68 લાખ ગોળીઓ મળી આવી છે. આ ટ્રામાડોલને ફાઇટર ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે ISISના આતંકવાદીઓ લાંબા સમય સુધી જાગતા રહેવા માટે આ દવાઓનો ઉપયોગ કરે છે.

ટ્રામાડોલની કૂલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી

પ્રાપ્ત જાણકારી મુજબ મુન્દ્રા કસ્ટમ્સના એસઆઈઆઈબી (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા બાતમીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર માટે જવાના હતા, જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને રોકવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરવામા આવી હતી. આ તપાસ દરમિયાન આશરે 110 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત સાથે ટ્રામાડોલની કૂલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી જેને જપ્ત કરવામાં આવી છે આ સાથે વધુ તપાસ પણ હાથ ધરવામા આવી છે.

આ પણ વાંચો :  Ahmedabad Rain:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, રાજયમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

Read More

Trending Video