Morbi : ગુજરાતમાં ડ્ર્ગ્સ (Drug) મળી આવવાનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યું છે. ગઈ કાલે જ કોંગ્રેસે (Congress) વિધાનસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh makwana) ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ મળી આવવા મામલે હર્ષ સંઘવીને (Harsh sanghvi) તીખા સવાલ કર્યા હતા અને પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારે ગઈ કાલે મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલ વ્યક્તી મોરબી નગર પાલિકાનો કોન્ટ્રાક્ટર અને ભાજપના મોટા નેતાઓની નજીકનો માણસ જ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. આ ડ્ર્ગ્સ માફિયા મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો નજીકનો માણસ રહેવાય છે.
મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે બે ડ્રગ્સ માફિયા ઝડપાયા
ગઈ કાલે માળીયા હાઇવે ઉપર હળવદ નજીકથી મોરબીના બે નામચીન શખ્સોને 7.96 લાખના મેફેડ્રોન સાથે ઝડપી પાડવામા આવ્યા હતા તેમની પાસેથી 13લાખથી વધુનો કુલ મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપીઓ પાસેથી 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. આ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત આશરે 7.96 લાખ છે. મળતી માહિતી મુજબ આ બન્ને આરોપીઓ મેફેડ્રોનનો આ જથ્થો અમદાવાદથી લાવી મોરબી તરફ જતા હોવાની બાતમી એસઓજી ટીમેને મળી હતી આ બાતમીને આધારે અમદાવાદ-મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામેથી મોરબી એસઓજી ટીમે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે આરોપી કલ્પેશભાઇ મધુભાઇ નિમાવત રહે.મોરબી ખત્રીવાડ શેરી નં.6 તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે.ગુલાબનગર, વીસીપરા મોરબી વાળાને મારૂતી બ્રેજા કાર નંબર GJ-36-AC-4325 વાળીમાં 79.68 ગ્રામ મેફેડ્રોન પાવડર કિમત રૂપિયા 7,96,800 સાથે ઝડપી લીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કલ્પેશ ઉર્ફે લાલો અનેક ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતો હતો. બંન્ને આરોપીઓની ધરપકડ કર્યા બાદ હળવદ પોલીસ મથકે NDPS (નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ) એક્ટની કલમ 8સી, 21સી અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાનાં છેડા ભાજપ સાથે
ગઈ કાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામે તેજ ગતિએ જંગ ચલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતુ અને કહ્યું હત કે, ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે. ત્યારે શું આવી રીતે ડ્રગ્સ સામે જંગ ચલાવવામાં આવી રહી છે.? કેમ વારંવાર ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીનું ભાજપ કનેક્શન નિકળે છે. ડ્ર્ગ્સ પકડવામાં આવે છે તો તે જાય છે ક્યાં ? મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાનું ભાજપ સાથે કનેક્શન નિકળ્યું છે. જે મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલ વ્યક્તી મોરબી નગર પાલિકાનો કોન્ટ્રાક્ટર અને ભાજપના મોટા નેતાઓની નજીકનો માણસ માનવામાં આવે છે ત્યારે તે શું ભાજપની રહેમનજર હેઠળ ડ્ર્ગ્સનો વેપાર કરતો હતો ? તેવા સવાલ થઈ રહ્યા છે.
વારંવાર ડ્રગ્સ પેડલરોનું ભાજપ સાથે કનેક્શન કેમ નિકળે છે ?
ઉલ્લેખનીય છે કે, અગાઉ સૂરતથી હર્ષ સંઘવીનો મિત્ર ડ્રગ્સ માફિયો વિકાસ આહીર પણ ડ્રગ્સ વેચતા પકડાયો હતો. ત્યારે હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરે છે કે,કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે.યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સ પેટલરોનું ભાજપના મોટા નેતાઓના નજીકના માણસો હોય છે. ડ્રગ્સ પેડલરોનું ભાજપ સાથે કનેક્શન કેમ નિકળે છે અને જો નિકળે છે તો તેમની સામે તપાસ કેમ નહીં ? ભાજપના નેતાઓના નજીકના માણસોને શું ખબર નહીં હોય કે તેઓ શું ધંધો કરે છે ?
આ પણ વાંચો : Shikhar Dhawan Retirement: શિખર ધવને ક્રિકેટને કહ્યું અલવિદા,ભાવુક સંદેશો આપતા કહી હૃદય સ્પર્શી વાતો