Jamnagar ની 53 સોસાયટીમાં ભર ચોમાસે પણ પાણી માટે પારાયણ, મનપા ક્યાં સુધી ચલાવશે ટેન્કર રાજ ?

July 27, 2024

Jamnagar : રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઉનાળાની (summer) સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં (monsoon) પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મનપા (municipality) માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી ( Jamnagar) સામે આવી છે.

જામનગરમાં ટેન્કર રાજ

જામનગરમાં ભર ચોમાસામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અહી નવા ભળેલા વિસ્તારમાં હજુ પણ મનપા ટેન્કર મારફતે પાણી પહોચાડે છે. અહીં આવેલી 53 સોસાયટીમાં હજુ ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. રોજ 80 ટેન્કર સોસાયટી ઓમાં વિતરણ કરવામાં આવે છે. અહીં રણજીતસાગર અને સસોઇ ડેમ છે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત છે. ત્યારે વરસાદ પડ્યો છતાં પીવાનું પાણી હજુ ટેન્કરથી મોકલવામાં આવે છે. અહીં આટલો સમય વીતવા છતા મનપા પીવાના પાણીની સુવિધા પહોંચાડી શકી નથી.

એક દિવસના 85 ફેરા પાણી વિતરણ કરવામા આવે છે

જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક એન્જિનિયર નરેશ પટેલે જણાવ્યું હતુ કે, વોટર વર્કસ શાખા દ્વારા જામનગર શહેરમાં નવા ડેવલોપ થયેલા વિસ્તારમાં જ્યાં 53 જેટલી સોસાયટીઓ છે ત્યાં ટેન્કરથી પાણી વિતરણ કરીએ છીએ. નવો વિસ્તાર ડેવલોપ થયેલો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓના ભાગરુપે પીવાના પાણીની સુવિધા પુરી પાડીએ છીએ. એક દિવસના લગભગ 85 ફેરા પાણી વિતરણ કરીએ છીએ. 10 હજાર લીટરના આ ટેન્કર છે.

આ પણ વાંચો : S.K. Nanda Passed Away:ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન, જાણો તેમના વિશે

Read More

Trending Video