Diwali Vastu Tips: દિવાળી એટલે રોશની, ખુશીઓ અને સુખ-સમૃદ્ધિનો મહાપર્વ. વર્ષ 2026 માં દિવાળીનો આ પવિત્ર તહેવાર 8 નવેમ્બર, રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે દરેક ઘરમાં માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના શુભ મુહૂર્તમાં વિધિ-વિધાનથી પૂજા કરવાથી ઘરમાં અખૂટ સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ વર્ષે લક્ષ્મી પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત સાંજે 5:54 થી 7:50 વાગ્યા સુધીનું રહેશે, જ્યારે નિશિતા કાળનું મુહૂર્ત રાત્રે 11:39 થી 12:31 વાગ્યા સુધીનું છે.
દિવાળી આવતા પહેલાં જ દરેક ઘરમાં સાફ-સફાઈ અને સજાવટનો ધમધમાટ શરૂ થઈ જાય છે. લોકો ઘરને ચમકાવવા નવી વસ્તુઓ ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરની સજાવટમાં વપરાતો અરીસો તમારી કિસ્મત બદલી શકે છે? વાસ્તુ શાસ્ત્રમાં અરીસો લગાવવાની દિશા અને જગ્યાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગ્ય જગ્યાએ અરીસો લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. તો ચાલો જાણીએ દિવાળી પહેલાં કઈ 4 જગ્યાએ અરીસો લગાવવો અત્યંત શુભ છે.
1. ઉત્તર દિશાની દીવાલ પર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. આથી, ઘરની ઉત્તર દિશાની દીવાલ પર અરીસો લગાવવો ખૂબ જ ફળદાયી અને શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ દિશામાં અરીસો હોવાથી ઘરની આર્થિક સ્થિતિમાં ચમત્કારિક સુધારો થાય છે અને આવકના નવા સ્ત્રોતો ઊભા થાય છે. જો તમે ઘરમાં લક્ષ્મીજીની કાયમી કૃપા ઈચ્છતા હોવ તો આ દિશામાં અરીસો ચોક્કસ લગાવો.
2. પૂર્વ દિશાની દીવાલ પર
પૂર્વ દિશા એ સૂર્યનારાયણની દિશા છે, જે સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, પૂર્વ દિશાની દીવાલ પર અરીસો લગાવવાથી આખા ઘરમાં સકારાત્મકતા ફેલાય છે. આનાથી પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ વધે છે, ઝઘડાઓ ઓછા થાય છે અને અંદરોઅંદર સારો તાલમેલ જળવાઈ રહે છે.
3. મુખ્ય દરવાજાની આસપાસ
ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર એ સ્થાન છે જ્યાંથી ઊર્જા ઘરમાં પ્રવેશે છે. વાસ્તુ અનુસાર, મુખ્ય દરવાજાની પાસે, અંદરની તરફ ઉત્તર અથવા પૂર્વ દિશાની દીવાલ પર અરીસો લગાવી શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે અરીસો મુખ્ય દરવાજાની બરાબર સામે ન હોય. જો દરવાજાની સીધી સામે અરીસો હશે, તો ઘરમાં આવતી સકારાત્મક ઊર્જા અરીસામાં અથડાઈને પાછી બહાર ફેંકાઈ શકે છે.
4. તિજોરીની બરાબર સામે
ધનવૃદ્ધિ માટેનો આ એક અત્યંત લોકપ્રિય વાસ્તુ ઉપાય છે. તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા અને દાગીના રાખો છો તે કબાટની સામે એવી રીતે અરીસો લગાવો કે તેમાં તિજોરીનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. વાસ્તુ શાસ્ત્ર મુજબ, અરીસામાં ધનનું પ્રતિબિંબ દેખાવાથી બરકત વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
અરીસો લગાવતી વખતે આ સાવચેતી રાખો
ફક્ત યોગ્ય દિશા જ નહીં, અરીસાની સ્થિતિ પણ અગત્યની છે. ઘરમાં ક્યારેય તૂટેલો, ચિરાડ પડેલો કે ધૂંધળો અરીસો ન રાખવો જોઈએ, તે નકારાત્મકતા લાવે છે. જો બેડરૂમમાં અરીસો લગાવવો હોય, તો તે એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાંથી સૂતેલી વ્યક્તિનું પ્રતિબિંબ તેમાં ન દેખાય. ઉપરાંત, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં અરીસો લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માનસિક તણાવ અને આર્થિક નુકસાન થઈ શકે છે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત છે.)
આ પણ વાંચો: Dhanteras 2026: ધનતેરસ અને શુક્ર પ્રદોષનો દુર્લભ સંયોગ, ભોલેનાથને આ રીતે કરો પ્રસન્ન