Diwali 2024: જોઈને જ મોંમાં આવી જશે પાણી, આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ મઠિયા

October 31, 2024

Diwali 2024: દિવાળી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે ખાસ કરીને આ દિવસોમાં લોકો પોતાના મિત્રો, સબંધીઓ તેમજ પરિવારજનોને મળવા જતા હોય છે. આ દિવસોમાં લોકો પોતાના ઘરે નાસ્તા બનાવતા હોય છે. તો ચાલો આપણે બનાવીએ ઘરે જ મઠિયા… સ્વાદ એવો આવશે કે લોકો હાથ ચાટતા રહી જશે.

સામગ્રી
1 કિલો મઠનો લોટ
250 ગ્રામ અડદનો લોટ
100 ગ્રામ ખાંડ
2 ચમચી અજમો
1 ચમચી મરચું
1 મોટી ચમચી પાપડ ખારો
પા ચમચી હળદર
અડઘી ચમચી મરી પાઉડર
અડધો કપ ઘી
મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌથી પહેલાં મઠ અને અડદની દાળના લોટને ચાળીને બરાબર મિક્સ કરી દો. તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ઘી નાંખી બરાબર મિક્સ કરી દો. હવે 2 કપ હૂંફાળુ પાણી લઈ તેમાં પાપડ ખારો, મીઠું, ખાંડ, મરી પાવડર અને અજમો ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. હવે આ તૈયાર પાણી ઠંડુ થાય એટલે તેનાથી લોટ બાંધો. જરૂર પડે તો થોડુ બીજું પાણી ઉમેરી લો. લોટને 15-20 મિનિટ સુધી બરાબર બાંધો.
લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને નાના લૂવા કરી લો. ત્યારબાદ એકદમ પાતળા વણી નાંખો. મઠિયા તૈયાર થાય એટલે તળી લો. તમે આ મઠિયા 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો.

Read More

Trending Video