Diu BJP Party Raid : ભાવનગરના ભાજપ નેતાઓનું દીવમાં કારસ્તાન, હોટેલમાં મહિલાઓ સાથે રંગરેલિયા મનાવતા ઝડપાયા

September 8, 2024

Diu BJP Party Raid : ગુજરાતમાં હમણાં ભાજપના નેતાઓ અને આગેવાનો પર દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાનો કોઈને કોઈ ગુનામાં પકડાય રહ્યા છે. પ્રિન્સ મિસ્ત્રીનું ગાડીઓનું કૌભાંડ, રોહન ગુપ્તા ડ્રગ્સ સાથે ઝડપાય છે તો ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોના નામ દુષ્કર્મ કેસમાં સામે આવે છે. ત્યારે હવે આજે દીવમાં ભાજપના મહુવાના રાજકીય આગેવાનો મહેફિલો માણતા ઝડપાયા છે. જેમાં 10 પુરુષ અને 8 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

દીવમાં રંગરેલિયા મનાવતા ઝડપાયા ભાજપ આગેવાનો

ગુજરાતમાં આજે ફરી એક વાર ભાજપના નેતાઓએ પાર્ટીનું નાક કપાય તેવું કામ કર્યું છે. ભાવનગર જિલ્લાના મહુવાના ભાજપના આગેવાનો દિવ માં મહેફિલ મનાવતા ઝડપાયા છે. રાજકીય આગેવાનો દિવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા. દિવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા 10 પુરુષ, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો હતો. દિવ પોલીસ ને બાતમી મળતા રેડ કરી હતી. મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક pgvcl નો કર્મચારી પણ ઝડપાયો હતો.

Diu BJP Party Raid

આ ભાજપ આગેવાનોની કરાઈ ધરપકડ

મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણાના સાળા કિરણ લીંબાભાઈ રાઠોડ, જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા, ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિમતભાઈ ચકુરભાઈ મકવાણા પણ રંગરેલીયા મનાવતા ઝડપાયા છે. આ ઉપરાંત ઓથા ખાતે PGVCLના કોન્ટ્રાકટર હિતેશભાઇ જીંજાળા પણ ઝડપાયા છે. દિવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો. દિવમાં આવેલ હોટલમાં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ સાથે જ આ જગ્યાએથી 40 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં તમે ભાજપમાં જોડાયા એટલે તમને લીલાહેર કરવાનો અધિકાર મળી જાય છે. તેવા કેસ અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે હવે રોજ એક નવા ભાજપ નેતા તેમની કરતૂતો દેખાડવા મેદાને આવી જાય છે. એક તરફ ભાજપ હાઇકમાન્ડ આ બધા નેતાઓને કરતૂતો બાદ ડેમેજ કંટ્રોલ કરે અને બીજી તરફ રોજ એક નવા ભાજપ નેતાઓ કે આગેવાનો પોતાના ગુનાઓ લઇ બહાર આવી જાય છે. ત્યારે આ પ્રકારના કાંડ સામે આવ્યા બાદ પણ ભાજપ આ પ્રકારના લોકો સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી ?

આ પણ વાંચોAhmedabad Police : અમદાવાદમાં ગુંડારાજથી ડરીને ભાગી પોલીસ, આ રીતે ગુજરાતમાં જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે હર્ષભાઈ ?

Read More

Trending Video