Diu BJP : દીવમાં રંગરેલિયા મનાવવા દેવા પડ્યા ભાજપ નેતાને ભારે, બિપિન શાહને કર્યા સસ્પેન્ડ

September 13, 2024

Diu BJP : ગુજરાતમાં હમણાં ભાજપના નેતાઓ અને આગેવાનો પર દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાનો કોઈને કોઈ ગુનામાં પકડાય રહ્યા છે. પ્રિન્સ મિસ્ત્રીનું ગાડીઓનું કૌભાંડ, રોહન ગુપ્તા ડ્રગ્સ સાથે ઝડપાય છે તો ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોના નામ દુષ્કર્મ કેસમાં સામે આવે છે. ત્યારેબાદ દીવમાં ભાજપના મહુવાના રાજકીય આગેવાનો મહેફિલો માણતા ઝડપાયા હતા. જેમાં 10 પુરુષ અને 8 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે આ રંગરેલિયા મનાવવા જે હોટેલ ટ્યૂલિપમાં ગયા હતા. તે હોટેલ પણ ભાજપ નેતા બિપિન શાહની છે. જે બાદ હવે બિપિન શાહને આ મામલે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હોટલના મલિક ભાજપ નેતા બિપિન શાહ સસ્પેન્ડ

દીવમાં ભાજપ નેતાઓ શનિવારે રંગરેલિયા માનવતા ઝડપાયા હતા. પોલીસે તેમની ધરપકડ કરતા ભાજપને પણ શરમાવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. રંગરેલિયા માનવતા આ રંગીન મિજાજી નેતાઓની તો ધરપકડ થઇ ગઈ. પરંતુ આ મામલે હવે ધ ટ્યૂલિપ હોટલના મલિક બિપિન શાહને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનો પત્ર લખી ભાજપે સસ્પેન્ડ કર્યાનો ખુલાસો કર્યો છે.

Diu BJP

દીવમાં રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા ભાજપ આગેવાનો

ગુજરાતમાં આજે ફરી એક વાર ભાજપના નેતાઓએ પાર્ટીનું નાક કપાય તેવું કામ કર્યું છે. ભાવનગર જિલ્લાના મહુવાના ભાજપના આગેવાનો દિવ માં મહેફિલ મનાવતા ઝડપાયા હતા. રાજકીય આગેવાનો દિવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા. દિવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા 10 પુરુષ, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો હતો. દિવ પોલીસ ને બાતમી મળતા રેડ કરી હતી. મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક PGVCLનો કર્મચારી પણ ઝડપાયો હતો.

આ ભાજપ આગેવાનોની કરાઈ ધરપકડ

મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણાના સાળા કિરણ લીંબાભાઈ રાઠોડ, જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા, ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિમતભાઈ ચકુરભાઈ મકવાણા પણ રંગરેલીયા મનાવતા ઝડપાયા હતા. આ ઉપરાંત ઓથા ખાતે PGVCLના કોન્ટ્રાકટર હિતેશભાઇ જીંજાળા પણ ઝડપાયા હતા. દિવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો હતો. દિવમાં આવેલ હોટલમાં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ સાથે જ આ જગ્યાએથી 40 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોArvind Kejriwal : સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન તો આપ્યા પણ શરતો લાગુ, આ કામ નહિ કરી શકે

Read More

Trending Video