Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

September 17, 2024

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને (farmers) થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં સરકારે પણ જાહેરાત કરી હતી કે આ નુકસાની માટે ખેડૂતોને સહાય કરવામા આવશે. સરકારે જાહેરાત કરી દીધી પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળ્યુ નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે સુરેન્દ્રનગરને (Surendranagar) પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ કોંગ્રેસને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

કોંગ્રેસ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં 25-26 ઓગસ્ટમાં 10થી 12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતોઅને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા બધા ખેતરોમાં પાણીનો નિકાલના થવાથી હજી સુધી પાણી ભરેલા છે .ત્યારે ખેડૂતોને વરસાદથી તલ, કપાસ અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને રજુવાત કરતા સર્વેની ટિમ આવેલી, પણ સર્વેની ટીમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. સર્વે થયાના 10 દિવસ થયા છતાં સરકાર ખેડૂતોને વળતર ચુકવશે તેવી સરકારે કોઈ જાહેરાત કરી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ ખેડૂતોને સાથે રાખી સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા સર્વેના માત્ર નાટક કરવામાં આવે છે જેથી સર્વે કર્યા વગર પેકેજ જાહેર કરવામા આવે.

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ શું કહ્યું?

પાકને લણવાના સમયે ભારે વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. અને આજે નરેન્દ્રમોદીનો જન્મ દિવસ છે. ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે, કે ઝાલાવાડને પૂરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવામાં આવે અને સરકાર પર પ્રહાર કરતા કહું, સમગ્ર દેશમાંથી ભાજપને હવે જાકારો મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોનો શ્રાપ લાગશે તો હવે સરકાર જાજી ટકી શકશે નહિ.

શું સરકાર સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરશે ?

સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો કરે છે. તો પણ ખેડૂતોએ પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર પાસેથી સહાય તો મળતી નથી પણ રેલી કાઢી વિરોધ કરવો પડે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ઝાલાવાડને પૂરગ્રસ્ત જાહેર કરશે? અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી સહાય મળશે કે નહિ ?

આ પણ વાંચો :  આતિશીની સીએમ તરીકે પસંદગી થતા ભડકી સ્વાતિ માલીવાલ, કહ્યું- આતંકવાદી અફઝલને બચાવનારની પુત્રીને બનાવી દીધા મુખ્યમંત્રી

Read More

Trending Video