સરકાર નર્મદાના વિસ્થાપિતોને આપેલા વાયદાઓ ભૂલી, ચૈતર વસાવા હવે પીએમ મોદીને કરશે રજૂઆત

October 27, 2024

Narmada : ચૈતર વસાવા ( Chaitar Vasava) સ્થાનિક લોકોની સમસ્યાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ઘણીવાર તેઓ સરકાર સામે સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડતા જોવા મળતા હોય છે. સાથે જ લોકો પોતાના પડતર પ્રશ્નો લઈને ચૈતર વસાવા ને મળતા હોય છે. આજે નર્મદાના વિસ્થાપિતો એ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે મુલાકાત કરી પડતર મુદ્દાઓની રજૂઆત કરી હતી. સાથે જ પોતાની સમસ્યાનોની રજૂઆત કરી હતી. નર્મદાના વિસ્થાપિતો એ નર્મદા વિવાદ પંચના ચુકાદા અનુસાર કોઈ પણ સહાય નથી મળી તેની વિષે ચૈતર વસાવાને રજૂઆત કરી હતી. ત્યારે ચૈતર વસાવા આ મુદ્દાઓને લઈને સરકાર સામે મેદાને આવ્યા છે.

નર્મદાના વિસ્થાપિતો માટે ચૈતર વસાવા મેદાને

ચૈતર વસાવાએ કહ્યું કે , નર્મદા વિવાદ પંચના ચુકાદા અનુસાર લોકોને પૂરતી સહાય મળી નથી, સાથે જ ખાતેદારોના પુત્રોને સરકારી નોકરી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ 19 ગામોના 3322 ખાતેદારોના એક પણ પુત્રને સરકારી નોકરી મળી નથી. અસગ્રસ્તોને સિંચાઈ નું પાણી અને મફત વીજળી આપવાની વાત હતી પણ આજ દિન સુધી આપવામાં આવી નથી. નર્મદા પરિયોજનાના અસરગ્રસ્તો ને આજે પણ જમીન સામે જમીન, પરિવાર માથી એક વ્યક્તિને નોકરી સિંચાઈ અને વિજળી ની સુવિધા મળી નથી. સાથે જ દુબાણમાં જતા વિસ્થાપિતને નોન કોમન એરિયાની જમીન આપવામાં આવેલ છે, તેઓને ત્રણ અસરગ્રસ્તનું યુનિટ બનાવીને એક ટ્યુબવેલ અને એક લાઈટ કનેક્શન પણ આપવામાં આવેલ છે, જેમાં દરેકમાં બે હેક્ટરમાં પિયત ન થાય એટલો પાણીનો પુરવઠો મળેલ છે. જેનાથી યુનિટના બે અસરગ્રસ્તોને બિલકુલ પિયત વાળી જમીન આપવામાં આવેલ નથી, માટે અમારી માંગ છે કે તમામને પિયત વાળી જમીન આપવામાં આવે. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના કેવડીયાના કાર્યક્રમ દરમિયાન અમે વડાપ્રધાન પાસે મુલાકાતનો સમય માંગો છે. તેઓ મુલાકાતનો સમય આપશે તો અમે, અમારા પ્રશ્નોની રજૂઆત કરીશું

આ પણ વાંચો  :  કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચેલા કૃષિમંત્રીનો ખેડૂત આગેવાને કેમ લીધો ઉઘડો ?

Read More

Trending Video