એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણીને લઈને ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપમાં એક બાદ એક આંતરિક વિખવાદ સામે આવી રહ્યા છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે.
ભાજપમાં વિખવાદ
છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં વિખવાદ સામે આવ્યો છે. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની બદલી કરાતા વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય અભેસિંહ તડવી અને જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ડું. ભીલ વચ્ચે આંતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. સંખેડા ધારાસભ્યએ ખોટી રીતે રજૂઆતો કરી બદલી કરવાનીનો આક્ષેપ દિનેશ ડું. ભીલે કર્યો છે.
દિનેશ ભીલના આક્ષેપ
દિનેશ ડું. ભીલે જણાવ્યું હતુ કે, તાલુકા પંચાયતમાં આયોજન બાબતે વિવાદ અને ત્યારબાદ સમિતિની રચનામાં સભ્યો ગેરહાજર રહ્યા એ ધારાસભ્યની જવાબદારી એનો દોષનો ઠીકરો મારા ઉપર ફોડ્યો, છેલ્લા બે ટર્મથી ટિકિટ માટે દાવેદારી કરું છે એનો ભેદભાવ રાખે છે ધારાસભ્ય અભેસિંહ તડવી, વધુમાં તેમણે કહ્યુ કે, ધારાસભ્ય શુ ધંધા કરે છે જગજાહેર છે અને તેને ઉજાગર કરવાની મારી પાસે હિંમત છે.
દિનેશ ડું. ભીલનું સારું વર્ચસ્વ
દિનેશ ડું. ભીલ 1995 થી ભાજપ સાથે સંકળાયેલા અને 2016થી રમત વિકાસ અધિકારી તરીકે નોકરીમાં જોડાયેલ છે. દિનેશ ડું. ભીલનું સારું વર્ચસ્વ છે. એમની પત્ની જિલ્લા સંગઠનમાં મંત્રી છે.