યાત્રાધામ ડાકોરમાં જ ગંદકી ગંદકીથી રોગચાળાનો ભય: રોડ પર કચરાના ઢગલા

October 22, 2023

ગુજરાત સરકાર પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવામાં કાચું કાપી રહી છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ એવા યાત્રાધામ ડાકોરમાં સફાઇ કામદારોની હડતાળથી હાલાકી વધી છે અને રોડ ઉપર કચરાના ઢગલા થઈ ગયા છે. બે માસથી પગાર ન થતા તહેવારો ટાણે સફાઇ કામદારોની હાલત કફોડી બની છે.

ડાકોરમાં રોડ પર સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહી છે. છેલ્લા બે માસથી પગાર ન થતા સફાઇ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે.

યાત્રાધામ ડાકોર માં છેલ્લા બે વર્ષથી એક એજન્સીને યાત્રાધામ વીકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા સફાઈનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટમાં ડાકોરના ૭૭ સફાઈ કર્મચારીઓને સફાઈ કરવા રાખવામાં આવ્યા હતા.

ડાકોરમાં સફાઈ કરાવવામાં આવતી હતી પરંતુ એજન્સીએ યાત્રાધામ ડાકોરમાં યોગ્ય સફાઈ ના કરવામાં આવતી અને એજન્સી વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો થઈ હોવાથી તેનો કોન્ટ્રાકટ રદ કરી દેવામાં આવ્યો હતો.
કોન્ટ્રેક્ટ રદ્દ થવાને કારણે સફાઈ કામદારોનો બે મહિનાનો પગાર એજન્સી પાસે અટવાઈ ગયો હતો જે આપવામાં એજન્સીના સંચાલકે ના પાડી દેતા તહેવારોના દિવસોમાં ડાકોરમાં મંદિર વિસ્તારથી બસસ્ટેન્ડ સુધી ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે ડાકોરના સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યએ ગાંધીનગર યાત્રાધામ વીકાસ બોર્ડ માં રજુઆત કરી હતી.

Read More

Trending Video