Dinesh Bambhaniya : પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા (Jayanti Sardhara) અને પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya) વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, ખોડલધામના નરેશ પટેલના ઈશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા પર હુમલો કરવા મામલે પીઆઈ સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે જયંતી સરધારાની ફરિયાદને આધારે PI પાદરિયા સામે મોટી કાર્યવાહી કરવામા આવી છે. રાજ્ય પોલીસવડાની સૂચનાથી PI પાદરિયા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ મામલે રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. જેમાં આજે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાના ટ્વીટ બાદ રાજકારણ ગરમાયુ છે.
સમાજ ઉત્થાન નું કામ કરતી પાટીદાર સમાજ ની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઊભો કરવાની અને સમાજ ની બંને સંસ્થા ને બદનામ કરવાની સોપારી જેન્તીભાઇ સરધારા ને કોને આપી ..ક્યાં ફાર્મ હાઉસ માં આપી એ તમામ વિગતો આગામી સમય માં આવશે …સમાજ માં ખૂબ રોષ … pic.twitter.com/816nsavQIV
— Dinesh Bambhania (@dineshbambhania) November 29, 2024
આજે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ એક ટ્વીટ કરતા ચોંકાવનારા ખુલાસાઓ તેમણે કર્યા છે. જેના કારણે હાલ આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ તેમણે આ મામલે કહ્યું કે, આ સમગ્ર કાવતરું પાટીદારની સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા રચવામાં આવ્યું છે. અને આ સમગ્ર કાવતરૂ રચવામાં આવ્યું હતુ. જેમાં જયંતિભાઈને આગળ કરવામાં આવ્યા છે. અત્યારસુધી આ બનાવ સાથે લોકોની લાગણી જોડાયેલી હતી. પરંતુ ગઈકાલે તપાસના અંતે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જયંતીભાઈએ પણ આ મામલે પાટીદાર અગ્રણીઓને એક રીતે અંધારામાં રાખ્યા છે. ગવજીભાઈ સુતરીયા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ઉભો થાય તેનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ સાથે જ આ સમગ્ર કાવતરું ક્યાં ઘડવામાં આવ્યું અને કોણ કોણ તેમાં સામેલ છે તેનો ખુલાસો ટૂંક અમયમાં અમે કરીશું.
Khodaldham Vs Sardasdham : પાટીદાર સંસ્થાઓને બદનામ કરવા કાવતરું દિનેશ બાંભણિયાનો મોટો ખુલાસો#khodaldham #Sardardham #viralvideo #patidarsamaj #DineshBambhania #nirbhaynews pic.twitter.com/eclcNuLzpj
— Nirbhaynews (@nirbhaynews1) November 29, 2024