Jayesh Raddia VS Naresh Patel: સૌરાષ્ટ્રમાં (Saurashtra) લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા (Jayesh Raddia) અને નરેશ પટેલ (Naresh Patel) વચ્ચેના શીતયુદ્ધની આગ સમાજને દઝાડી રહી છે. કેમ કે બંન્ને નેતાઓનું સમાજમાં આગવું સ્થાન છે. ત્યારે હવે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચેના કોલ્ડવોરને શાંત પડવા સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) વચ્ચે પડ્યા છે તેમને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું વ્યક્તિગત દખલ કરીને બંને નેતાઓને સમજાવીશ અને સમાધાનના પ્રયાસ કરીશ.
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન કરાવવા દિલીપ સંઘાણી આવ્યા આગળ
સહકારી આગેવાન તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. પહેલા આ કોલ્ડવોર બંધ બારણે હતું પરંતુ હવે જયેશ રાદડિયા ખુલીને નરેશ પટેલ વિરુદ્ધ બોલી રહ્યા છે. પરંતુ આ બંન્ને દિગ્ગજો વચ્ચેનું શીતયુદ્ધ વધુ આગ પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જયેશ રાદડિયાએ થોડા સમય પહેલા પહેલી વખત નરેશ પટેલ માટે માયકાંગલા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને નરેશ પટેલ પર બરાબરના પ્રહાર કર્યા હતા જે બાદ આગામી સમયમાં ભડકો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારે હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન કરાવવા દિલીપ સંઘાણી આવ્યા આગળ છે. તેમને આ બંન્ને દિગ્ગજો વચ્ચે સમાધાન કરવવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
દિલીપ સંઘાણીએ શું કહ્યું ?
ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે,બંને અમારા સમાજના આગેવાન છે, બંને સન્માનીય આગેવાન છે.હુ બન્ને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. હું વ્યક્તિગત આ મામલે દખલ કરી અને સમાધાનના પ્રયાસ કરીશ. બંને નેતાઓ સમાજના અગ્રણીઓ છે. બન્ને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે. હું બંનેને સમજાવવાના પ્રયાસ કરીશ.
શું દિલીપ સંઘાણી સમાધાન કરવવામાં થશે સફળ ?
સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે.તે બધાની વચ્ચે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન કરાવવા દિલીપ સંઘાણી આવ્યા આગળ છે શું દિલીપ સંઘાણીને બંને વચ્ચે સમાધાન કરાવવામાં સફળતા મળે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
આ પણ વાંચો : BJP ના રાષ્ટ્રીય પદાધિકારીઓની આજે બેઠક, આ બે મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા