Dilip Sanghani : ગુજરાતમાં બે પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં સામાજિક અને રાજકીય રીતે સારી વગ ધરાવે છે. આ બંને પાટીદાર આગેવાનો વચ્ચેના મતભેદ કોઈનાથી છુપાયેલા નથી. સૌકોઈ જાણે છે કે એકનો સામાજિક રીતે ખુબ દબદબો છે તો બીજાનો રાજકીય રીતે દબદબો છે. ત્યારે હવે આ લેઉવા પાટીદાર સમાજના બે દિગ્ગજો નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડીયા વચ્ચે ચાલતા ગજગ્રાહને શાંત કરવા સહકારિતા ક્ષેત્રના દિગ્ગજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા હવે મધ્યસ્થી કરવામાં આવી છે. અને બંને નેતાઓ વચ્ચે સમાધાન થઇ ગયું છે. તેવું પણ કહેવામા આવે છે.
આ મામલે દિલીપ સંઘાણીએ શું કહ્યું ?
નરેશ પટેલ અને જયેશ રાદડિયાની કોલ્ડવોરમાં મધ્યસ્થી કરનાર દિલીપ સંઘાણીએ આ મામલે વાત કરી હતી. અને કહ્યું હતું કે, બંને લોકો પોતાના ક્ષેત્રમાં સારું નામ ધરાવે છે. કોઈ પણ સમાજના બે દિગ્ગજો વચ્ચે મતભેદ હોય તો તેનાથી સમાજને જ નુકશાન છે. જો સમાજ માટે કંઈ કરવું હોય તો સાથે મળીને કામ કરવું પડશે. અને હું અમરેલી લેઉવા પટેલ સમાજનો પ્રમુખ હોવાથી હું પણ ઈચ્છું કે એક જ સમાજના બે લોકો વચ્ચેના મતભેદ દૂર થાય એટલે સમાજ માટે સારા કામ થઇ શકે. જે બાદ હાલ સહકારી ક્ષેત્રના સહકાર સંમેલન આ મહિનામાં પૂર્ણ થયા બાદ આવતા મહિને બન્ને પાટીદાર નેતાઓ એક મંચ પર ભેગા કરીને સુખદ સમાધાન કરાવશે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.
બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે શું હતો મતભેદ ?
સૌરાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજ લેઉઆ પાટીદાર નેતાઓ વચ્ચે શીતયુદ્ધ જામ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે હવે શાબ્દિક આરપારની રાજનીતિ રમાઈ રહી હતી. ઈફકોની ચૂંટણીમાં રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ વિવાદોનું કેન્દ્ર બન્યું હતું. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી. જેને લઈને બેન્ને દિગ્ગજો વચ્ચે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચા સામે આવી હતી. જે બાદ બંન્ને નેતાઓના સામ સામે વાક્ય યુદ્ધ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : Anant Ambani : અનંત અંબાણીએ લાલબાગ ચા રાજાને દાનમાં આપ્યો 20 કિલો સોનાનો મુગટ, જાણો શું છે કિંમત ?