Dileep Sanghani : દિલીપ સંઘાણી પણ હવે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આવ્યા મેદાને, સરકાર સામે કાયદો રદ્દ કરવા ખેડૂત સંમેલન યોજશે

October 15, 2024

Dileep Sanghani : ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. ગીર પંથકમાં ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં પણ ત્યાંના લોકો હાથમાં બેનર લઈને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતો સાથે વિરોધમાં જોડાયા હતા. જે બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી પણ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. દિલીપ સંઘાણી સૌરાષ્ટ્ર ભાજપના કદાવર નેતા છે. ઈફ્ફકો (IFFCO)ની ચૂંટણીમા પણ તેઓ સરકાર અને સંગઠનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દિલીપ સંઘાણી (Dileep Sanghani) સરકાર સામે પડ્યા હોય એવું લાગી રહ્યું છે.

ઇકો સેન્સિટિવ ઝોન મામલે દિલીપ સંઘાણીએ શું કહ્યું ?

દિલીપ સંઘાણી (Dileep Sanghani)એ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસ દરમિયાન ખેડૂતોને મળ્યો હતો, અને થોડાક દિવસોમાં ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ માટે એક મોટું સંમેલન યોજવામાં આવશે. વનવિભાગ પર કટાક્ષ કરતા કહ્યું કે CRPC માં જોગવાઇ છે, કલમ 93, 103, 104 માં માણસ સ્વબચાવ માટે પોતાનું રક્ષણ કરી શકે છે. આ કલમ મુજબ વ્યક્તિ પર જાન, માલ, અને મિલ્કત પર જોખમ હોય તો સામે વ્યક્તિની જીવ લેવાનો અધિકાર છે. ત્યારે વન્યપ્રાણીઓ ખેતરમાં કામ કરતા મજુરને ખેડૂત પર હુમલો કરે છે. છેલ્લા 2 વર્ષમાં 39 લોકોના વન્યપ્રાણીઓના હુમલાને લીધે મોત થયા છે. અને 239 લોકોને ગંભીર ઇજા થઇ છે. વન્યપ્રાણીઓના લીધે આટલા બધા લોકોના મૃત્યુ થયા છે, ત્યારે જો માણસ સામે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણીઓ ખેડૂત પર હુમલો કરે, ત્યારે સ્વબચાવમાં વન્યપ્રાણીને ઈજા થાય તો ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવે છે. તો વન્યપ્રાણી સામે ખેડૂતને કેમ સ્વબચાવનો કેમ અધિકાર નથી. અને સરકારને કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો રદ કરવાનો તેઓ વિચાર કરે.

ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો શું છે?

ઈકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા 18 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ત્રણ જીલ્લા અમરેલી, જૂનાગઢ,અને ગીર સોમનાથના 11 તાલુકાના 196 ગામડાઓનો ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝોનમાં આવતી જમીન, મકાન કે ખેતરમાં સરકારની પરવાનગી વગર કંઈ પણ કરી શકાશે નહિ. જો એવું કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગીર પંથકમાં ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ગીરપંથકના ખેડૂતો કહી રહ્યા છે, કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડવાથી વનવિભાગની કનડગત વધી જશે, જમીન બિનખેતી કરવામાં ખેડૂતોને મુશ્કેલી થશે. ઉધોગોને ભારે તકલીફ પડશે, અને ઇકો સેન્સિટિવ ઝોનના લીધે ગામડાના કોઈ પણ વિકાસના કામ માટે પરમિશન લેવી પડશે. ખેતરમાં બોર નહિ કરી શકાય અને ગામડાનો વિકાસ રૂંધાઇ જશે. ત્યારે હવે જોઈએ કે દિલીપ સંઘાણીના વિરોધ પછી શું ભાજપમાં ભંગાણ થશે કે? ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હવે ભાજપના નેતા જ વિરોધ કરી રહયા છે, ત્યારે જોવાનું રહ્યું કે સરકાર આપ અને કોંગ્રેસનું સાંભળતી નથી, પણ પોતાના કદાવર નેતાનું સાંભળીને ઇકો સેન્સિટિવ ઝોન કાયદો રદ કરશે કે નહિ ?

આ પણ વાંચો : Surendranagar : સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાએ જ ખોલી ભ્ર્ષ્ટાચારની પોલ, રસ્તા બનાવવાની ચાલુ કામગીરી અટકાવી

Read More

Trending Video