ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ધોરડાને ‘World Best Tourism Village’ એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર ગુજરાતમાં ગર્વની લાગણી છવાઈ છે.
KUTCH ના ધોરડાને મળી વૈશ્વિક ઓળખ
કચ્છનું રણએ ગુજરાતની આગવી ઓળખ છે. સફેદ રણમાં પ્રતિ વર્ષ ગુજરાત સરકાર દ્વારા યોજાતા રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લે છે. આજે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ ગામનું સન્માન મળતા સમગ્ર ગુજરાત ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. વિશ્વ પર્યટન સંગઠન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કચ્છનું ધોરડો શ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે વિશ્વના 54 શ્રેષ્ઠ પર્યટન ગામોમાંથી એક બન્યું છે. વિશ્વભરમાંથી 260 અરજી આવી હતી તેમાંથી ભારતનું એકમાત્ર ગામ પસંદ કરવામાં આવ્યું છે.
ખૂબ આનંદની વાત છે કે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપણા ગુજરાતના ધોરડો ને વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ… https://t.co/4ga8rkpPI2
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 20, 2023
કેમ આપવામા આવે છે આ સન્માન
યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા આ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 2021માં આ પહેલ શરુ કરવામા આવી હતી.