Dhanteras 2026: હિંદુ ધર્મમાં ધનતેરસના તહેવારને અત્યંત પવિત્ર અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવની વિધિવત પૂજા-અર્ચના થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન આ જ દિવસે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ જ કારણસર ધનતેરસને આરોગ્ય, ધન અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે લોકો સોનું, ચાંદી, વાસણ, વાહન અને ઘર માટે નવી વસ્તુઓની ખરીદી કરે છે. આ ઉપરાંત સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર બહાર યમદીપ પ્રગટાવવાની પણ પ્રાચીન પરંપરા છે.
આ વર્ષે ધનતેરસનો તહેવાર શુક્રવાર, 6 નવેમ્બર 2026 ના રોજ ઉજવાશે. આ દિવસે ખરીદી અને પૂજા-પાઠ માટે અનેક શુભ મુહૂર્ત ઉપલબ્ધ રહેશે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુકાળને અશુભ સમય માનવામાં આવે છે, તેથી ધનતેરસ જેવા શુભ દિવસે પણ રાહુકાળનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન નવા કે માંગલિક કાર્યોની શરૂઆત કરવાથી બચવું જોઈએ. જો તમે પણ આ દિવસે સોનું-ચાંદી કે અન્ય કિંમતી સામાન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો રાહુકાળનો સમય ખાસ નોંધી લો.
ધનતેરસ પર રાહુકાળ ક્યારે છે?
નવી દિલ્હીના સમય મુજબ, 6 નવેમ્બર 2026 ના રોજ ધનતેરસના દિવસે રાહુકાળ સવારે 10:42 થી બપોરે 12:04 વાગ્યા સુધી રહેશે. આ રીતે લગભગ 1 કલાક અને 22 મિનિટ સુધી રાહુકાળનો પ્રભાવ રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ ગાળામાં કોઈ પણ નવા કે શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ, કારણ કે તેમાં વિઘ્નો કે વિલંબ આવી શકે છે. રાહુકાળ દરમિયાન નીચે મુજબના કાર્યો ટાળવા જોઈએ:
રાહુકાળ દરમિયાન નવો વ્યવસાય, દુકાનનું ઉદ્ઘાટન કે નવા કાર્યાલયનો પ્રારંભ કરવાથી બચવું. આ સમયગાળામાં લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ કે યજ્ઞ-હવન જેવા શુભ કાર્યો ન કરવા.
કોઈ મહત્વપૂર્ણ કે શુભ હેતુથી કરવામાં આવતી નવી યાત્રાની શરૂઆત રાહુકાળમાં ન કરવી. રાહુકાળમાં સોનું, ચાંદી, વાહન, મકાન, મોબાઈલ કે ટીવી જેવા કિંમતી સામાનની ખરીદી ટાળવી. મોટા નાણાકીય વ્યવહારો, ઉધાર આપવું-લેવું કે દસ્તાવેજો પર સહી-સિક્કા કરવાથી દૂર રહેવું. નોકરીનો સાક્ષાત્કાર (ઈન્ટરવ્યુ), પ્રવેશ મેળવવો કે કારકિર્દી સબંધી મોટા નિર્ણયો આ સમયે ન લેવા.
ધનતેરસ 2026 ખરીદી માટેના શુભ ચોઘડિયા મુહૂર્ત
ચોઘડિયા મુહૂર્ત સમયગાળો
અમૃત ચોઘડિયું સવારે 10:31 થી 10:42 વાગ્યા સુધી
શુભ ચોઘડિયું બપોરે 12:04 થી 1:26 વાગ્યા સુધી
ચર ચોઘડિયું સાંજે 4:10 થી 5:32 વાગ્યા સુધી
લાભ ચોઘડિયું રાત્રે 8:48 થી 10:26 વાગ્યા સુધી
ધનતેરસ 2026 પૂજાના શુભ મુહૂર્ત
ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 6:02 થી 7:57 વાગ્યા સુધી
પ્રદોષ કાળ: સાંજે 5:32 થી રાત્રે 8:09 વાગ્યા સુધી
વૃષભ કાળ (સ્થિર લગ્ન): સાંજે 6:02 થી 7:57 વાગ્યા સુધી
યમ દીપદાનનો સમય: સાંજે 5:32 થી 6:51 વાગ્યા સુધી
આ પણ વાંચો: Diwali Cleaning 2026: દિવાળીની સફાઈમાં ઘરમાંથી બહાર કરી દો આ વસ્તુઓ, તો જ થશે માં લક્ષ્મીનો વાસ