Dhangadhra : ફરી એક સ્વામિનારાયણના સ્વામીનો વિડીયો વાયરલ, ધ્રાંગધ્રા પંથકના સ્વામિનારાયણના સ્વામીનો કામલીલાનો વિડીયો વાયરલ

March 9, 2025

Dhangadhra : સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને આ જ આસ્થાની આડમાં ઘણા સ્વામીઓના આડા કામમાં નામ આવે છે. સામાન્ય જીવનનો ત્યાગ કરી સંન્યાસી બને છે. અને સંન્યાસી બનવાની આડમાં આ સ્વામીઓને છૂટો દોર મળી જાય છે. જેટલો વધારે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધી રહ્યો છે તેટલી જ વધારે કરતૂતો આ સંપ્રદાયમાંથી બહાર આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સ્વામીઓની લંપટલીલા, દાદાગીરી અને ધમકાવવાના વિડીયો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં તેના પર સંપ્રદાયમાંથી કોઈ જ એક્શન લેવામાં આવતું નથી. આજે ફરી એક લંપટ સ્વામીનો કામલીલાનો વિડીયો સામે આવ્યો છે.

ધ્રાંગધ્રા પંથકના સ્વામિનારાયણના સાધુનો વિડીયો વાયરલ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકના સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો લંપટલીલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતા સંપ્રદાય પર અનેક સવાલ ઉભા થયા છે. સ્વામિનારાયણનો આ સ્વામી યુવક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી રહ્યો છે. આ વાયરલ વિડીયો કેટલો જુનો છે કઇ સંસ્થાનો છે તેની કોઇ પુષ્ટી વાયરલ વિડીયોમાં કરવામાં આવી નથી. પણ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અને આ વાયરલ વિડીયો મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Dhangadhra

સ્વામિનારાયણ સંપ્રદાયનાં અલગ અલગ વિભાગોમાં જ આવું કેમ ?

ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર વિશ્વમાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. અને આટલા મોટા સંપ્રદાયમાં જયારે આ પ્રકારની કરતૂતો કોઈ સાધુઓ કરતા હોય ત્યારે તેમની સામે કેમ કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને તેના કારણે જ હવે આ પ્રકારની ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાય પરના વિશ્વાસ પર સવાલો ઉભા કરી રહ્યું છે. આ સ્વામીને સૌથી પહેલા સંપ્રદાય શય આપે છે, ત્યારબાદ પ્રશાસન અને અંતે એ યુવાનોનો ડર આ પ્રકારના લંપટ, ધર્મના નામે ધતિંગ કરતા અને લોકોના વિશ્વાસ સાથે રમતા સ્વામીઓને બચાવે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ વિડીયો પણ હવે સામે આવી ગયો છે. ત્યારે પોલીસ અને કાયદો આ મામલે શું પગલાં લે છે ?

આ પણ વાંચોKoli Sammelan : વિંછીયામાં કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં તીખા તેવર, ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાએ સરકારને આડેહાથ લીધી

Read More

Trending Video