Gandhinagar : સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા મુદ્દે શું બોલ્યા DGP, જુઓ Video

આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ઘટનાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

September 29, 2023

વિશ્વ હિંદૂ પરિષદ અને બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થર મારો કર્યો તથા આગચંપીનો પણ બનાવ બન્યો છે. કુઈદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની હતી. ઘટનાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મુદ્દે રાજ્યના DGP Vikas Sahay નું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમા હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસે ત્વરિત એકશન કાર્યવાહી કરી છે. આ મુદ્દે તપાસ ચાલી રહી છે અને હવે એક્શન લેવાનો સમય છે.

Read More

Trending Video