Devendra Fadanvis : ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? આ પ્રશ્નને લઈને આજકાલ ઘણી અટકળો ચાલી રહી છે. રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા છે કે મહારાષ્ટ્ર (Maharshtra)માંથી કોઈ નેતા પાર્ટીના ટોચના પદ પર કબજો કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. વાસ્તવમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) ગયા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારથી આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)ને આ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું કે, ‘આ ચર્ચા મીડિયા દ્વારા જ શરૂ કરવામાં આવી છે. મીડિયામાં જ આની ચર્ચા થાય છે.
તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) તેમની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા સાથે દિલ્હી ગયા હતા. તેમણે વડાપ્રધાન સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. પીએમ મોદીને મળ્યા બાદ ફડણવીસે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ હંમેશા મહારાષ્ટ્ર પર રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે મને નવી ઉર્જા અને તેમનું માર્ગદર્શન મળે છે. ફડણવીસે કહ્યું કે તેઓ આભારી છે કે વડાપ્રધાને તેમને મળવા માટે તેમનો કિંમતી સમય આપ્યો. એ અલગ વાત છે કે રાજકીય વર્તુળોમાં ફડણવીસ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતનું અલગ-અલગ અર્થઘટન થવા લાગ્યું.
ગઈકાલે ફડણવીસ નાગપુરમાં RSS મુખ્યાલય પહોંચ્યા હતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ (National President) બની શકે છે. તેવી અટકળો વચ્ચે ગઈકાલે તેઓએ નાગપુર ખાતે સંઘના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. અધ્યક્ષપદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. ફડણવીસ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર યાદવના નામ પણ અધ્યક્ષપદ માટે ચર્ચામાં રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બેઠકો પર ભાજપનો દેખાવ નબળો રહ્યા પછી ફડણવીસ સરકાર છોડીને સંગઠનમાં કામ કરવા માંગતા હતા. ભાજપ હાઈકમાન્ડે તે વખતે એમનું રાજીનામું સ્વીકાર્યું નહોતું.
ઓગસ્ટના અંત સુધીમાં ભાજપના નવા પ્રમુખ મળી શકે
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના અંત સુધીમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. મીડિયાના સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી પ્રમુખ માટે કેટલાક નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાંથી બે નેતાઓ મહારાષ્ટ્રના હોઈ શકે છે. તેમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ લેવામાં આવી રહ્યા છે. સુત્રો જણાવે છે કે ભાજપમાં તે તમામ સમીકરણો પર વિચારણા ચાલી રહી છે, જેના આધારે નવા પ્રમુખને આગળ લાવવામાં આવશે. જેમાં ઓબીસી કાર્ડ, આગામી ચૂંટણીઓ અને ભાજપ-આરએસએસના કેન્દ્રીય નેતાઓની નિકટતા જેવા મેદાન મહત્ત્વના રહેશે.