Devbhoomi Dwarka: ‘તમને બે પાન કાર્ડ ધરાવવા માટે સજા થઈ શકે છે’ કહી ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરે માંગી લાંચ, ACB એ રંગેહાથ ઝડપી લીધો

September 25, 2024

Devbhoomi Dwarka: રાજયમાં લાંચિયા અધિકારીઓનો (corrupt officials) જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે આજે રાજ્યમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના વર્ગ ત્રણ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર સુનિલ અરવિંદકુમાર મીનાએ બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં રૂ.૩,૦૦૦ ની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદ મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટરને ઇન્કમટેક્ષ કચેરીમાં રૂ.૩,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

 બે પાન કાર્ડમાંથી એક કેન્સલ કરાવવા માટે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરે માંગી લાંચ

મળતી માહિતી મુજબ દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર સુનિલ અરવિંદકુમાર મીના પાસે બે પાન કાર્ડ ધરાવતા શખ્સે જઈને બે પાન કાર્ડમાંથી એક રદ કરવાનું જણાવ્યું હતુ ત્યારે ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટરે આ શખ્સને ડરાવીને કહ્યુ હતુ કે, તમને બે પાન કાર્ડ ધરાવવા માટે રુ.10, હજારની પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ છે તેમ કહીને બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં રુ. 3 હજારની લાંચની માગણી કરી હતી. ત્યારે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતો ન હતો જેથી તેને ACB રાજકોટના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો.

ACB એ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો

ફરિયાદ બાદ દેવભૂમિ દ્વારકાના એસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર. એન. વિરાણીએ દ્વારકાની ઈન્કમટેક્ષ કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી જેમાં ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર મીના રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જે બાદ ACB તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઈન્સ્પેકટર મીના કલાસ-૩ના કર્મચારી છે. ત્યારે આવી રીતે તે કેટલી વખત લોકો પાસેથા લાંચ માંગી હશે તે પણ સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  લો બોલો ! નેતાજી રોયલ્ટી ચોરી માટે અધિકારીની રાખતા હતા વોચ, બીજેપી ઉપપ્રમુખ સહિત 3 લોકોની LCB એ કરી ધરપકડ, જાણો કેવી રીતે કૂટ્યો ભાંડો ?

Read More

Trending Video