devayat khavad : તાજેતરમા લોકસભાની ચૂંટણીના (Loksabha elction) પરિણામ આવ્યા જેમાં ગુજરાતમાં કોંગ્રેસે (congress) એક બેઠક બનાસકાંઠા (banaskantha) પર જીત મેળવી છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની (geniben thakor) ભવ્ય જીત થઈ હતી. ગેનીબેનને સંસદસભ્ય પદ મળતા હવે વાવ (Vav) બેઠક પર ધારાસભ્યનું પદ ખાલી પડ્યુ છે. આ ખાલી પદ માટે ફરીથી ચૂંટણી યોજાશે ત્યારે લોક કલાકાર દેવાયત ખવડે (Devayat Khawad) જાહેર મંચ પરથી વાવ બેઠક પર ચૂ્ંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી હતી. દેવાયત ખવડે એક લોકડાયરામાં બનાસકાંઠાની જનતાના વખાણ કરતા કરતા પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી દીધી હતી. આ સાથે પ્રજાની સેવા કરવાની વાત કરીને ચૂંટણી લડે તો તેમને જીતાડવા માટે પણ લોકોને અપીલ કરી હતી.
દેવાયત ખવડે વ્યક્ત કરી ચૂંટણી લડવાની ઈચ્છા
દેવાયત ખવડે કહ્યુ કે, કહ્યું કે , હુ બનાસકાંઠાનું ગૌરવ સમગ્ર ભારતમાં લઉ છુ માત્ર સારુ લગાડવા માટે નહીં કહેતો યુટ્યુબ જોઈ લેજો. કોઈ દિવસ કોઈ ટિકિટ આપે તો મારી આબરુ રાખજો. અને મારે પણ ઝીણી ઝીણી ગણતરી પણ છે અને લાગી જાય તો સારુ, તમારો પ્રેમ હોય તો શુકામ ન કરાય. તમારી બહુ નજીકથી સેવા કરી શકું. મને ચૂંટણી લવાનો કોઈ ઈરાદો નથી પણ તમારાથી સાવ નજીક આવી જાવ, વધુમાં તેમને બનાસકાંઠાના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે, અહીની જનતા એવી છેતમારે વટ જોવો હોય તો વાવના પાદર સુધી આવવું પડે.
ગેનીબેનની સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા
મહત્વનું છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતા તેમને લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાથી ખુબ પ્રેમ મળ્યો છે જેથી ભાજપના એટલા પ્રયાસો કરવા છતા પણ ગેનીબેન ઠાકોર વટથી ચૂંટણી જીત્યા છે. ગેનીબેનની આ જીતના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગેનીબેન પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હાલ ગેનીબેન જ્યાં પણ જાય છે તેમનું ખુબ સ્વાગત કરવામા આવે છે. ત્યારે ગેનીબેનની આ લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને લોક કલાકાર દેવાયત ખવડ પણ ગેનીબેનની જ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી છે. ત્યારે દેવાયત ખવડને કોઈ પાર્ટી ટિકિટ આપે છે કે નહીં ? લોક ડાયરામાંથી રાજકારણમાં આવવાની દેવાયત ખવડની ઈચ્છા પુરી થાય છે કે નહીં તે જોવું રહ્યું …
આ પણ વાંચો : Jamnagar: સ્થાનિક લોકોને હાલાકી; મનપાના નગરસેવકો અને અધિકારીઓ ઘોર નિદ્રામાં