પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે રજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોત પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહી કરવાના પ્રકરણમાં આ બનાવ વખતે ઇન્ચાર્જમાં હતા તે જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર સામે ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહી કરવા માટે ગૃહવિભાગને નિર્દેશ આટલુ જ નહીં હાઈકોર્ટે બંને અધિકારીઓનો ભરચક કોર્ટ રૂમમાં રીતસરનો ઉધડો લેતાં હાઇકોર્ટે ડીએસપી રવિ તેજા શેટ્ટીને સીધો જ સવાલો કર્યો હતો કે, તમે માર્ચ મહિનાથી અત્યારસુધી શું કર્યું..? તમે મરનારના ફોટા જોયા..? શું તમારી ફરજ નહોતી.
હાઇકોર્ટે સમગ્ર મામલાની બહુ ગંભીર નોંધ લઇ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર તેમની સત્તાવાર ફરજ નિભાવવામાં સદંતર નિક્ળ રહ્યા હોઇ તેમની વિરુદ્ધ કાયદાનુસાર પગલાં લેવા રાજયના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો અને હુકમની નકલ ગૃહવિભાગને મોકલી આપવા હુકમ કર્યો હતો.
છતા રાજયના ગૃહવિભાગ જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ. – એમ.વાઢેરની સામે તપાસ કરવા માટે “કેમ વિલંબ કરી રહ્યાનો ભોગ બનેલા પરિવાર જણાવી રહ્યા છે. આ અંગે ભોગ બનેલા પરિવાર દ્વારા આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવે તેવી શકયતા છે.
કેસ શું હતો ?
મોરબીના માળિયા મિયાણા તાલુકાના મેઘપર ગામના વતની એવા એએસઆઈ બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનીંગ સેન્ટરના એમ.ટી.વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગત તા.૨૦ માર્ચે અચાનક ટ્રેનીંગ સેન્ટરમાં નીકળી ગયા અને ગુમ થતા પરિવાર અને પોલીસની શોધખોળના અંતે બીજા દિવસે તેમની વંથલીના શાપુર પાસે ચીકુના બગીચામાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે કેસમાં તેઓને મરી જવા મજબુર કર્યા હોય અને આપઘાત પૂર્વે તેમને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો જોવા મળ્યા છતાં પોલીસે ત્રણ મહિના સુધી કોઈ ગુન્હો દાખલ ના કરતા અંતે બ્રિજેશભાઈના રીતેશે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.જેમાં હાઇકોર્ટે પોલીસને ફટકાર લગાવ્યા બાદ અંતે રીતેશભાઈ બ્રિજેશભાઈ લાવડીયાની ફરિયાદ પરથી વંથલી પોલીસમાં પીટીસીના ડીવાયએસપી ખુશ્બ કાપડિયા અને પીએસઆઈ પ્રવિણકુમાર નરેન્દ્રભાઈ પુત્ર ખાચર સામે ૧૨મી ઓગષ્ટના રોજ ગુનો નોધ્યો હતો.
હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી :
જુનાગઢના તત્કાલીન ડીએસપી રવિ તેજા શેટ્ટીએ ગુનો દાખલ કરવામાં વિલંબ કર્યો હતો.જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લેવાની ફરજ પડી હતી. જુનાગઢના હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા હાઈકોર્ટમાં એવો બચાવ રજૂ કરાયો હતો કે, સાહેબ અમે એફએસએલ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ પછી આગળની કાર્યવાહી કરીશું. જેથી હાઈકોર્ટએ પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, માર્ચ મહિનાનો બનાવ છે અને તમે છેલ્લા પાંચ મહિનાથી તપાસનું નાટક જ કરી રહ્યા છો? પોલીસ ડિપાર્ટમેન્ટના જ કોઇ કર્મચારી પર આટલો અત્યાચાર એ બહુ ગંભીર બાબત છે.