Delhi Ramleela : રાજધાની દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારનું શનિવારે રાત્રે સ્ટેજ પર જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી સ્ટેજ પર અરાજકતા સર્જાઈ હતી. આ સાથે જ રામલીલા જોવા આવેલા કલાકારો અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ સુનીલ કૌશિક છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો.
સુશીલ કૌશિક ભગવાન રામનો ભક્ત હતો અને છેલ્લા 20-25 વર્ષથી દર વર્ષે ઝિલમિલમાં વિશ્વકર્મા નગરની રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો. શનિવારે રાત્રે તેમને રામલીલાના મંચ પર અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થયો, જેના પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુખદ સમાચારથી રામલીલા જોવા આવેલા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સુનીલ કૌશિક તેના પરિવાર સાથે ઘર નંબર 203 શિવ ખંડ, વિશ્વકર્મા નગરમાં રહેતો હતો.
મોત પહેલાનો વીડિયો સામે આવ્યો
રામલીલાના મંચ પર મૃત્યુ પહેલાની આ દુ:ખદ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સુનીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવતા અને તેમના ડાયલોગ્સ બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થાય છે અને તે તેના હૃદય પર હાથ રાખે છે અને પછી અચાનક તે સ્ટેજની પાછળ જાય છે.