Delhi Liquor Policy Scam: Arvind Kejriwal ની જામીન અરજી પર આજે Supreme Court માં સુનાવણી,શું અરવિંદ કેજરીવાલને મળશે રાહત?

September 5, 2024

Delhi Liquor Policy Scam: અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) આજે એટલે કે ગુરુવારે મોટી રાહત મળી શકે છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 5 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની અગાઉ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં તેમને જામીન મળ્યા બાદ CBIએ દિલ્હીની તિહાર જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી.

ત્રણ જજોની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે

અરવિંદ કેજરીવાલની જામીન અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બનેલી સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ કરશે. CBI કેસમાં તેમના જામીન પર સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ જ નક્કી થશે કે તેને જામીન મળશે કે નહીં. જામીન મળ્યા બાદ તે જેલમાંથી મુક્ત થશે. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. તે બીજા નંબર પર છે. જેના પરથી માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ જલ્દી જ જામીન પર સુનાવણી કરશે.સ્પેશિયલ બેન્ચ સમક્ષ બે અરજીઓ સુનાવણી માટે મૂકવામાં આવશે, જેમાંથી પ્રથમ સીબીઆઈ કેસના સંબંધમાં તેમની ધરપકડને પડકારતી છે અને બીજી તેમની જામીન અરજી છે.

કેજરીવાલને જામીન મળતા રાજકારણ પર શું થશે અસર ?

આજે જો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળે છે તો દિલ્હીના રાજકારણ પર તેની ઊંડી અસર પડી શકે છે. હવે તેને જામીન મળશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. કેજરીવાલના સમર્થકોમાં આ બાબતને લઈને ઘણી ઉત્સુકતા છે તો ચિંતા પણ છે. કારણ કે અરવિંદ કેજરીવાલની મુક્તિનો નિર્ણય તેમની સરકાર અને આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર અસર કરી શકે છે.

સિસોદિયાને 17 મહિના પછી જામીન મળ્યા

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 9 ઓગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. સિસોદિયા 17 મહિનાથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને સીબીઆઈ અને ઇડી બંને કેસમાં સિસોદિયાને જામીન આપ્યા હતા.

કવિતાને બેલ મળી ગઈ હતી

27 ઓગસ્ટ, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને પણ જામીન મળી ગયા હતા. ED અને CBI કેસમાં તેમને આ જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે તેમને બંને કેસમાં 10-10 લાખના બોન્ડ પર જામીન આપ્યા હતા.

બધાની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર

બધાની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે, ખાસ કરીને કેજરીવાલની જામીન અરજીની સુનાવણીના સંદર્ભમાં. હાલમાં કેજરીવાલ 26 જૂનથી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. દરમિયાન, આ કેસની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. તાજેતરમાં, કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચોથી પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે, જેમાં અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન, અમિત અરોરા, વિનોદ ચૌહાણ, આશિષ માથુર અને પી સરથ રેડ્ડીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આમ, આજની સુનાવણીથી કેજરીવાલને રાહત મળે છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે.

આ પણ વાંચો : ‘તેઓ મને પૈસા આપતા હતા, સાદા કાગળ પર સહી કરવાનું કહ્યુ હતું…’ કોલકત્તા ડોક્ટર રેપ અને મર્ડર કેસમાં પીડિતાના પિતાના પોલીસ પર ગંભીર આક્ષેપ

Read More

Trending Video