Delhi excise policy: સીબીઆઈએ દારૂ નીતિ કેસમાં ભ્રષ્ટાચારના આરોપસર કેજરીવાલની 26 જૂને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ધરપકડ કરી હતી. CBI અને EDએ આ મામલામાં કેજરીવાલ વિરુદ્ધ તપાસ પૂરી કરી લીધી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ નીતિ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચ, 2024 ના રોજ કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરતી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 26 જૂને CBIએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.
સીબીઆઈ અને ઈડીએ હવે એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સામે તપાસ પૂર્ણ કરી છે. છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસીનો લાભ લેવા તેમની ઈચ્છા મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા.