isudan Gadhvi: દિલ્હીના (Delhi) લોકો અને રાજકીય પક્ષો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. અને પરિણામ 8 ફેબ્રુઆરી ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે ચૂંટણીની તારીખ જાહેર થયા પછી , આપ ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. અને ઈસુદાન ગઢવી દિલ્હી ચૂંટણીના બહાને ભાજપની સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી મામલે ઈસુદાન ગઢવીનું નિવેદન
પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દિલ્હીની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિના કારણે ભારે બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે.દિલ્હીમાં આજે ત્યાંના લોકો માટે સરકાર દ્વારા ફ્રી વીજળી,ફ્રી પાણી, મહિલાઓ માટે બસની સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે.બાળકો માટે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ફ્રી અને તમામ નાગરિકો માટે દેશની સર્વશ્રેષ્ઠ ફ્રિ આરોગ્યની સુવિધા આજે દિલ્હીમાં આપવામાં આવી રહી છે.જનકલ્યાણના અનેક કામો કર્યા બાદ અને ફ્રી ની સુવિધાઓ આપ્યા બાદ પણ દિલ્હીનું બજેટ પ્રોફિટમાં ચાલે છે.દિલ્હી આજે બીજા રાજ્યોની જેમ દેવાના ડુંગર નીચે દબાયેલું નથી.ભાજપ લૂંટની રાજનીતિ ચલાવી રહ્યું છે, અને રૂપિયા વહેંચી રહ્યું છે. ભાજપ મતદાનમાં ધાંધલી કરે છે, અને સરકારી ઓફિસરોનો દુરુપયોગ કરે છે.
દિલ્હીની ચૂંટણી જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.ભાજપની 2014 થી કેન્દ્રમાં સરકાર છે, અને 2014 પછી ઘણા બધા રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી છે,પણ દિલ્હીની ચૂંટણીમાં ભાજપને કરારી હાર મળે છે.ત્યારે ભાજપ કેન્દ્રમાં બેસી ને પણ દિલ્હી ની ચૂંટણી જીતી શક્તિ નથી, તે ભાજપને આંખમાં ખુબ જ ખાટકી રહ્યું છે.ત્યારે જોવાનું રહ્યું કે ,ભાજપ આ વખતે દિલ્હીની ચૂંટણી જીતશે, કે ગત વખતની ચૂંટણી જેમ આમ આદમી પાર્ટી ભાજપને ક્લીન બોલ્ડ કરશે?
ઇસુદાન ગઢવીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો#isudangadhvi #viralvideos #delhiassemblyelection #delhielection2025 #nirbhaynews @isudan_gadhvi pic.twitter.com/9RC8c4DWWe
— Nirbhaynews (@nirbhaynews1) January 7, 2025
આ પણ વાંચો : kutch : 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો