Arvind Kejriwal Custody: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી લિકર પોલિસી કેસમાં (Excise Policy Case) તિહાર જેલમાં (Tihar jail) બંધ આમ આદમી પાર્ટીના (AAP) કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે.CM અરવિંદ
દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂની નીતિ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની માંગ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કેજરીવાલની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. કેજરીવાલને 12 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવા આવશે.
કસ્ટડીની મુદત પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરાયા હતા
કેજરીવાલની ત્રણ દિવસની કસ્ટડીની મુદત પૂરી થયા બાદ સીબીઆઈએ તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. વિશેષ ન્યાયાધીશ સુનૈના શર્માએ પહેલા કેજરીવાલને જેલમાં મોકલવાની માંગ કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને બાદમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં શુ થઈ દલીલો ?
કોર્ટમાં સુનાવણી દરમિયાન, સીબીઆઈની રિમાન્ડની માંગનો વિરોધ કરતા, કેજરીવાલના વકીલે સીબીઆઈને તપાસ સંબંધિત એકત્રિત સામગ્રીને રેકોર્ડ પર રાખવા માટે દાખલ કરેલી અરજીના આધારે સૂચના માંગી. તેમની માંગ પર ન્યાયાધીશે કહ્યું કે આ પાસું કોર્ટ પર છોડવું જોઈએ. આરોપી સામે તપાસના મહત્વના પાસાઓ જાહેર કરી શકાતા નથી. સીબીઆઈના વકીલે કહ્યું કે આરોપી તપાસની વિગતો, કેસ ડાયરી માંગી શકે નહીં. આના પર જજે સીબીઆઈને કહ્યું કે હું IOને કેસ ડાયરીના સંબંધિત પૃષ્ઠોને ચિહ્નિત કરવા માટે કહીશ.
કેજરીવાલના વકીલે કહ્યું કે EDને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી, આવી જ મેડિકલ સૂચનાઓ સીબીઆઈમાં પુનરાવર્તિત થવી જોઈએ. સીબીઆઈના વકીલે કહ્યું કે અમને આની સામે કોઈ વાંધો નથી. આ બધા પર કોર્ટે કહ્યું કે આવી જ પરવાનગી પહેલા પણ આપવામાં આવી ચુકી છે.
આ પણ વાંચો : Surendrnagar : પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી