Delhi: માનહાનિ કેસમાં CM કેજરીવાલને ઝટકો, HCએ ફગાવી અરજી

September 2, 2024

Delhi: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે, જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની અદાલતે મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિના કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બર દ્વારા શરૂ કરાયેલ માનહાનિના કેસને પડકારતી કેજરીવાલની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

અરવિંદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલા માનહાનિના કેસને રદ કરવાની વિનંતી કરી હતી. આ પછી કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી હતી. હવે હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી દારૂ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.

2018માં એક ટ્વિટ પર વિવાદ શરૂ થયો હતો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિસેમ્બર 2018માં ટ્વિટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં અગ્રવાલ સમુદાયના કુલ 8 લાખ મતદારો છે. તેમાંથી ભાજપને લગભગ 4 લાખ લોકોના મત કપાયા છે. એટલે કે 50 ટકા નામો કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે આજ સુધી આ સમુદાય ભાજપનો કટ્ટર મતદાર હતો. આ વખતે તેઓ નોટબંધી અને જીએસટીના કારણે નારાજ છે. તેથી ભાજપે તેમના વોટ કાપી નાખ્યા.

બીજેપી નેતાએ કહ્યું હતું કે આ પાર્ટીની વિશ્વસનીયતાને નુકસાન છે

આ પછી બીજેપી નેતા રાજીવ બબ્બરે અરવિંદ કેજરીવાલના નિવેદનને બીજેપીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડનાર ગણાવીને સીએમ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે 16 જુલાઈ 2019ના રોજ અરવિંદ કેજરીવાલને આ કેસમાં જામીન આપ્યા હતા.

આ પણ વાંચો: Canadaમાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ-રોહિત ગેંગે લીધી જવાબદારી

Read More

Trending Video