Delhi Assembly Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મત ગણતરી ચાલી રહી છે. ગણતરી બરાબર8 વાગ્યે શરૂ થઈ. પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ છે અને સવારે 9 વાગ્યાથી વલણો આવવાનું શરૂ થશે. ત્રણ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ તેમજ 699 ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થશે. મુખ્ય સ્પર્ધા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતગણતરી શરૂ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. કુલ ૧૯ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી થઈ રહી છે.
પહેલો ટ્રેન્ડ આવ્યો, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા આગળ
મતગણતરી શરૂ થતાં જ પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રોહિણીથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા આગળ ચાલી રહ્યા છે.
દિલ્હીના લોકો AAP સાથે ઉભા છે: આતિશી
દિલ્હીના મુખ્યમંત્રી અને કાલકાજીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા કહ્યું હતું કે, “આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ રહી છે. આ કામ અને ગુંડાગીરી વચ્ચેની લડાઈ રહી છે. મને વિશ્વાસ છે કે કાલકાજીના લોકો અને સમગ્ર દિલ્હીના લોકો ભલાઈ સાથે ઉભા રહેશે, કામ સાથે ઉભા રહેશે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાથે ઉભા રહેશે. અરવિંદ કેજરીવાલ ચોથી વખત ભારે બહુમતી સાથે મુખ્યમંત્રી બનશે.
ગત ચૂંટણીમાં શું હતું પરિણામ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સતત ચોથી વખત સત્તામાં આવવાનો દાવો કરી રહી છે, ત્યારે ભાજપ 27 વર્ષ બાદ ફરી આવવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. આ વખતે કોંગ્રેસે પણ પૂરી તાકાતથી ચૂંટણી લડી છે. છેલ્લી ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ 70 માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને આઠ બેઠકો મળી હતી અને કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી.
આ પણ વાંચો : જીત અદાણી-દિવા શાહ લગ્નના બંધનમાં બંધાયા; Gautam Adaniએ રૂ. 10000 કરોડનું દાન કરી લીઘો આ સંકલ્પ