Delhi: એર ઈન્ડિયાનો ખુલાસો, શા માટે લંડન જઈ રહેલા વિમાનને કોપનહેગનમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

October 6, 2024

Delhi: રવિવારે ડેનમાર્કના કોપનહેગન એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે અંગે એરલાઈન્સે જણાવ્યું હતું કે, 6 ઓક્ટોબરે દિલ્હી-લંડન ફ્લાઈટ AI111ને મેડિકલ ઈમરજન્સીના કારણે ડેનમાર્કના કોપનહેગન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

એર ઈન્ડિયાએ કહ્યું છે કે ફ્લાઈટમાં સવાર એક મહેમાનની બીમારીની ફરિયાદ બાદ પ્લેનને કોપનહેગનમાં લેન્ડ કરવામાં આવ્યું હતું અને તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એરલાઈને જણાવ્યું હતું કે, “કોપનહેગન એરપોર્ટ પરના અમારા ગ્રાઉન્ડ સાથીઓએ આ ડાયવર્ઝનને કારણે તમામ મહેમાનોને પડતી અસુવિધાને ઘટાડવા માટે તમામ પ્રયાસો કર્યા છે.” ફ્લાઇટ કોપનહેગનથી ટેકઓફ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં લંડનમાં લેન્ડ થવાની ધારણા છે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે, અમે પુનરોચ્ચાર કરવા માંગીએ છીએ કે મહેમાનો અને ક્રૂની સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો: India: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પાંચ દિવસ ભારતની મુલાકાતે, એસ. જયશંકર સાથે કરી મુલાકાત

Read More

Trending Video