Gandhinagar: કોલકત્તા કાંડને લઈને ગાંધીનગર GMERS નો અજીબ નિર્ણય, પાટનગરમાં જ મહિલાઓની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

August 16, 2024

Gandhinagar: કોલકત્તાની મેડિકલ કોલેજમાં (Kolkata medical college) ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ( doctor rape and murder ) પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટના મામલે ન માત્ર કલકત્તા પરંતુ દેશભરના લોકોમાં રોષ છે. હવે વિવિધ જગ્યાએ આ મામલે વિરોધ કરવામા આવી રહ્યો છે. તેમજ ન્યાયની માંગણી કરવામા આવી રહી છે. ત્યારે બીજી તરફ મેડિકલ કોલેજો વગરે જગ્યાએ મહિલાઓની સુરક્ષા મામલે પગલા લેવામા આવી રહ્યા છે.રાજયના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટે રાજ્યની તમામ મેડિકલ કોલેજો, સરકારી સહાયિત અને ખાનગી કોલેજોમાં ડોકટરો, વિદ્યાર્થીઓ અને નર્સોની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા આપી છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર GMERSના ડિને અજીબ પરિપત્ર બહાર પાડ્યો છે જેને લઈને ચર્ચા ઉઠી રહી છે. આ પરિપત્રમાં GMERSના ડિને તબીબ મહીલાઓને એકાંતમા ન રહેવા સુચના આપી છે.

GMERSના ડિને પરિપત્રમાં શું લખ્યું ?

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં કોલકત્તાની આર જી કર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટરની હત્યાનો બનાવ બનેલ છે જેનાથી સર્વે સુવિદિત છો, આ બનાવની ગંભીર નોંધ લેતા અત્રેની મેડીકલ કૉલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર/સિનીયર રેસીડન્ટ મહિલા ડૉક્ટરો ફરજ બજાવે છે તેઓને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે.વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસીડન્ટ ડૉક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે, રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું.હોસ્ટેલ કે કૉલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાયતો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને કે નજીકની વ્યક્તિને અથવા તો મહિલા હેલ્પ લાઈન નંબર-181 પર જાણ કરવી. ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનીઓ/મહિલા ડૉક્ટરો સાથે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તેવી સાવચેતી રાખવા જણાવવામાં આવે છે.

શું સરકાર મહિલાઓને સુરક્ષા આપવામા સક્ષમ નથી ?

મહત્વનું છે કે, કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. હજુ તો આ ઘટનાના પડઘા પણ શાંત નથી પડ્યા અને ઉત્તરાખંડમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક નર્સ સાથે દુષ્કર્મ આચરી તેની નિર્ધયતાથી હત્યા કરી દેવામાં આવી હતી તેમજ આરોપી આ મહિલાના દાગીના અને પૈસા પણ લઈને ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે. પંરતુ એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે દેશમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે. આ મામલે પક્ષ અને વિપક્ષના નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તેમાં કડક કાર્યવાહી કરવામા માંગ કરી રહ્યા છે પીએમ મોદીએ ગઈ કાલે સ્વતંત્રતા દિવસ પર મહિલાઓ પર આવા અત્યાચાર કરનારાઓને ફાંસી આપવાની વાત કરી હતી પરંતુ શું ખરેખરમાં ગુનેગારોને આવી સજા કેમ આપવામા આવતી નથી ?

રાહુલ ગાંધીએ સરકાર સામે ઉઠાવ્યા હતા સવાલો

રાહુલ ગાંધીએ તાજેતરમાં આ મામલે તંત્ર પર પ્રહાર કર્યા હતા અને સરકાર પર પ્રહાર કરતા તેમણે દેશમાં મહિલાઓ સાથે બનેલ વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, એક બે ઘટનાઓને છોડીને અન્ય કોઈ કેસમાં કડક કાર્યવાહી કરવામા આવી નથી. ત્યારે સવાલ તે થાય છે કે, ભાજપ સરકાર મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકતમાં મહિલાઓ પર થતા અત્યાચાર મામલે કડક કાર્યવાહી કેમ નથી થતી ? અપરાધીઓ પર કડક કાર્યવાહી કરવી અને મહિલાઓને સુરક્ષા આપવાને બદલે મહિલાઓ પર પ્રતિબંધ કેમ મુકવા પડે છે ? શું સરકાર મહિલાઓને સુરક્ષા આપવામા સક્ષમ નથી ? અત્યારે 21 મી સદીમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગાળ આવી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે પરંતુ આ પ્રકારે જો મહિલાઓને સુરક્ષા આપવાને બદલે તેમના પર જ પ્રતિબંધ લાદવામા આવશે તો મહિલાઓ કેવી રીતે આગળ આવશે ?

આ પણ વાંચો :  Haryana-Maharashtra Assembly Election: જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું આજે થશે એલાન, જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે

Read More

Trending Video