રૂ. 2000 ની નોટ બેંકમાં જમા કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ

September 30, 2023

રૂ. 2000 ની નોટ (Rs. 2000 note) બેંકમાં (Bank) જમા કરાવવાની તારીખ લંબાવાઈ છે. 7મી ઓક્ટોબર સુધી બેંકમાં નોટ જમા કરી શકાશે. રિઝર્વ બેંકે (RBI) જણાવ્યું છે કે, ઉપાડની પ્રક્રિયા માટે ઉલ્લેખિત સમયગાળો સમાપ્ત થઈ ગયો હોવાથી અને સમીક્ષાના આધારે ₹2000 ની બૅન્કનોટ જમા/એક્સચેન્જ કરવાની વર્તમાન વ્યવસ્થાને 07 ઑક્ટોબર  2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી તારીખ

ચલણમાંથી હટાવવામાં આવેલી રૂ. 2,000ની નોટ બદલી શક્યા નથી તેવા લોકોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકે રૂ. 2000ની નોટને બેંકમાં જમા કરાવવાની તારીખ લંબાવી છે. કેન્દ્રીય બેંકે તેની સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે. અગાઉ આ કામ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી જે આજે પૂરી થઈ રહી છે.

RBI નો પરિપત્ર

RBI અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે 2000 રૂપિયાની નોટ છે તો તેને નજીકની બેંક અથવા RBI ની પ્રાદેશિક કચેરીમાં જઈને બદલી શકે છે. રિઝર્વ બેંકે આ સંબંધમાં એક પરિપત્ર જારી કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટો હવે 7 ઓક્ટોબર 2023 સુધી બેંકોમાં જમા કરાવી શકાશે અને અન્ય નોટો સાથે બદલી શકાશે.

7મી ઓક્ટોબર પછી પણ બદલી શકાશે

આ સમયમર્યાદા પછી પણ, જો કોઈની પાસે 2000 રૂપિયાની નોટ બચી જાય છે, તો તમે તેને ન તો બેંકમાં જમા કરાવી શકશો અને ન તો બદલી શકશો. પરંતુ, આ મામલે પણ રાહત આપતા એવું કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી નોટો બદલી શકાશે. એક સમયે 20,000 રૂપિયાથી વધુની નોટો બદલી શકાતી નથી.

 

Read More