પુતિનની મુલાકાત અને તેમની ધરપકડને લગતા પ્રશ્નો અનિવાર્ય બની ગયા હતા કારણ કે ગયા વર્ષે ICCએ પુતિન વિરુદ્ધ બાળકોના ગેરકાયદેસર રીતે રશિયામાં દેશનિકાલ અને યુદ્ધ અપરાધોના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ICCના વકીલ કરીમ ખાને સ્પષ્ટ કહ્યું હતું કે, જો પુતિન ICCના કોઈપણ સભ્ય દેશની સરહદ પર પગ મૂકે છે તો તેની ધરપકડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ વોરંટ 120 થી વધુ ICC સભ્ય દેશોમાં લાગુ છે અને પુતિનની ત્યાં મુલાકાત તેમના માટે મોટો ખતરો બની શકે છે.
જોકે, રશિયા ICCનું સભ્ય નથી તેથી પુતિનને કેવી રીતે કોર્ટમાં લાવવામાં આવશે તે સ્પષ્ટ નથી. આ હોવા છતાં, પુતિન આ વર્ષના અંતમાં નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા ભારત આવવાના છે. ભારત પણ ICCનું સભ્ય નથી તેથી તેમને અહીં કોઈ કાનૂની સમસ્યા નહીં હોય.
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, પુતિન અને મારિયા લ્વોવા-બેલોવા પર યુક્રેનથી બાળકોને ગેરકાયદેસર રીતે રશિયા મોકલવાનો આરોપ છે. કેટલાક બાળકોને બળજબરીથી રશિયન નાગરિકતા આપવામાં આવી હતી અને તેમને કાયમ માટે ત્યાં રાખવામાં આવ્યા હતા. ICC માને છે કે પુતિન આ ગુનાઓ માટે સીધા જ જવાબદાર છે અને તેણે તેના અધિકારીઓ પર યોગ્ય નિયંત્રણનો ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે આ ઘટનાઓ બની હતી.
જો પુતિન ICC સભ્ય દેશોની મુલાકાત લે છે, તો આ વોરંટ સભ્ય દેશોને રશિયાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવા માટેનો ICC આદેશ હશે. જો કે, ICC પાસે પોતાની કોઈ પોલીસ નથી, જેના કારણે વોરંટ લાગુ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો: Cyclone Asna : ચક્રવાતી તોફાન “આસના” નો ખતરો ગુજરાતમાંથી ટળ્યો, ટોર્નેડો ઓમાન તરફ આગળ વધ્યો