Daman : દેશમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં શહેર, તાલુકાઓ અને ગામડાઓમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવી છે. સરકાર દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, અને ચૂંટાયેલા નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે. પણ દમણથી એક સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં દીવ-દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ પ્રજાસતાક દિવસના કાર્યક્રમના અધિકારીક રીતે આમંત્રણના મળવા પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે.
ઉમેશ પટેલ વાયરલ વીડિયોમાં શું કહી રહ્યાં છે?
મને અધિકારીક રીતે આમંત્રણ પત્રિકામાં સાંસદનું નામ બતાવો, નહિતર હું અત્યારે અહીંયા આંદોલન ઉપર બેસવાનો છું. આમંત્રણ પત્રિકામાં નામ નથી તે, મારુ અપમાન નથી પણ, દિવ દમણના લોકોનું અપમાન છે. તમે જાણી જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરી રહ્યા છો. તમે સાંસદને પ્રજાસત્તાક દિવસનું આમંત્રણ કેમ આપતા નથી.
76th Republic Day : સાંસદને આમંત્રણ ન આપતા ચાલુ ધ્વજ વંદનમાં અધિકારીઓની ખખડાવ્યા | Nirbhaynews#Diu #Daman #RepublicDay #RepublicDayIndia #UmeshPatel #viralvideos #nirbhaynews pic.twitter.com/pubkcPyq4i
— Nirbhaynews (@nirbhaynews1) January 26, 2025
સરકારી કાર્યક્રમમાં ખાલી પક્ષના જ સાંસદ અને ધારાસભ્ય ને જ આમંત્રણ મળે નથી, પણ અપક્ષ ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય પણ લોકોના પ્રતિનિધિ છે. આ વીડિયો વાયરલ થયા પછી, દીવ-દમણના લોકો કહી રહ્યા છે, આ લોકશાહીનું અપમાન છે. અને સાંસદને આમંત્રણ ન આપનાર જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે.
Umesh Patel બરાબરના ભડક્યા આમંત્રણ ના મળતા અધિકારીઓને આપ્યો જવાબ! | Nirbhaynews#Diu #Daman #RepublicDay #RepublicDayIndia #UmeshPatel #viralvideos #nirbhaynews pic.twitter.com/DNhi0htqQS
— Nirbhaynews (@nirbhaynews1) January 26, 2025