પાલનપુર દલિત યુવકે ડિઝલ ચોર્યું હોવાની શંકામાં પાંચ શખ્સોએ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાના કારણે દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે. ખાનગી કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરતા યુવકને ધોકા અને પટ્ટાથી માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને સારવાર માટે પાલનપુલ સિવિલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઢોર માર માર્યો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની છે જ્યાં પાર્થ નામના એક એન્જીનીયર દલિત યુવાન પર ડીઝલ ચોરીનો આરોપ લગાવી પાંચ શખ્સોએ ઢોર માર્ય માર્યો છે. યુવકને બે દિવસ પહેલા તેના ઘરેથી ગાડીમાં બેસાડીને લઈ જવાયો હતો. પાંચ આરોપીઓએ પીડિત પર ડીઝલ ચોરીનો લગાવ્યો હતો અને ધોકા અને પટ્ટાથી માર માર્યો હતો. યુવક જી પી. કંસ્ટકશન કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે કામ કરતો હતો.
દલિત સમાજમાં રોષ
યુવકને ઢોર માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસે આ મામલે પાંચ શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે IPC 323, 325, 294, 506(2) 143, 147, 148 મુજબ ધાર્મિક ચૌધરી, વિશ્વજીત સચિન, આકાશ ચૌધરી, વિકાસ ચૌધરી અને રમેશ ચૌધરી નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.