Dalit Samaj Sammelan : જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ (Ganesh Gondal) હાલ જેલમાં છે. છેલ્લા કેટલાક સમયથી આ સમગ્ર વિવાદ વકર્યો છે. ગણેશ ગોંડલના જામીન અટકી ગયા છે. પરંતુ આ સમગ્ર મામલે દલિત સમાજ હવે એકજૂટ થયો છે. પહેલા પણ બાઈક રેલી, ધારણા અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આજે વધુ એક સંમેલન યોજાયું હતું. અને આ સમગ્ર મામલે જૂનાગઢમાં સંમેલન (Dalit Samaj Sammelan)નું આયોજન કરાયું છે.
આજે જૂનાગઢ અનુસૂચિત સમાજ દ્વારા ગણેશ ગોંડલની વિરુદ્ધમાં સંમેલન યોજાયું હતું. ત્યારે આ સંમેલનમાં સંજય સોલંકીના પિતા રજુ સોલંકી અને ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ આંબેડકર પણ આ સંમેલનમાં પહોંચ્યા છે. આજે આ સંમેલનમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જાહેર સભા અને લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સંમેલન પૂર્ણ થયા બાદ હજુ પણ મોટાપાયે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે અને હજુ કેટલું મોટું આંદોલન થાય છે ?
આ પણ વાંચો : Amreli : અમરેલીના ખાંભાનો એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન, બસ આવે પણ ઉભી એક પણ ન રહે