Dahod: દાહોદના (Dahod) સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની માસુમ દિકરી સાથે તેની દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું ( Acharya Govind Natt) RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે.આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ છે. ત્યારે આ મામલે હવે રાજનેતાઓએ પણ ઝંપલાવ્યું છે અને તેને સખત નિંદા કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદમાં જઈને આ મૃતક બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દીકરીના પરિવારને સાંત્વના આપી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે.
દાહોદ પીડિતાના પરિવારને મળી ન્યાય માટે કર્યો હુંકાર
ચૈતર વસાવાએ કહ્યુ કે, આ ઘટનાને લઈને ચૈતર વસાવાએ ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાઓ સામે આવી રહી છે. છતા સરકાર આ બાબતે ગંભીર નથી. આ વિસ્તારના નેતાઓ મૌન થઈને બેઠા છે બીજા રાજ્યમાં આવી કોઈ ઘટના થાય તો તમે મીણબત્તી લઈને નિકળો છો. પોતાના વિસ્તારમાં ફુલ સમાન દીકરી સાથે નરાધમે આવું કૃત્ય કર્યુ ત્યારે નેતાઓને આ પિરવારની સાથે ઉભા રહેલું જોઈએ. અને સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ કે, કોઈ નરાધમ આવું કૃત્ય ન કરે એવી અમારી માંગ છે. પોલીસે ખુબ સરસ કામ કરીને માત્ર બે દિવસમાં આરોપીને ઝડપી પાડ્યો પરંતુ આ અમારી માંગણી છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને આરોપીને ફાંસીને સજા આપવામા આવે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીને પણ અમે મળીશું અમને જાણવા મળ્યું છે કે, આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન છે ત્યારે શું તેમને આવા સંસ્કાર આપવામા આવે છે ? જો ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં મોટુ આંદોલન થશે.
આજે કોંગ્રેસ કાઢસે રેલી
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ ઘટનાને વકોડી હતી અને આરોપીને કડકમાં કડક કાર્યવાહી અને પરિવારને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાને લઈને કોંગ્રેસ આજે અમદવાદમાં રેલી પણ કાઢશે.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ , સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ખાબક્યો