Dahod AAP નેતા વિરુદ્ધ નોંધાઈ અપહરણની ફરિયાદ, દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ બાદ કરાઈ અટકાયત

November 30, 2025

Dahod : ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે હવે ક્યાંક આમ આદમી પાર્ટીનો આ દાવ તેમની સામે જ સરકાર રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. અને હવે દાહોદમાંથી AAP નેતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હાથે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહિલાને નોકરી આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. ગાડીની અંદર મહિલાને શારીરિક અડપલાં કર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ દ્વારા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અગાઉ પણ હથિયાર ધારા સહિત વિવિધ પ્રકારના ગુના નોંધાયા હતા.

Read More

Trending Video