Dahod Case : દાહોદમાં થોડા દિવસ પહેલા એક 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની. આ ઘટનામાં એ માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે તેની શાળાના આચાર્ય દ્વારા જ તેની સાથે આ કૃત્ય કરવામાં આવ્યું અને તેણે જ કોઈને જાણ ન થાય તેના માટે બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી આચાર્ય ભાજપ કનેક્શન ધરાવે છે. અને RSS સાથે પણ સંબંધો ધરાવે છે. ત્યારે આ મામલામાં ખુબ મોટા બદલાવ આવ્યા હતા. હવે આ મામલે ખુબ ભાજપની ટીકા થઇ રહી છે. જેના કારણે હવે ભાજપના એક બાદ એક નેતાઓ નિવેદન આપવા મેદાને આવ્યા છે. ત્યારે હવે આ મામલે મંત્રી બચુભાઈ ખાબડનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાતના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે આજે દાહોદ 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના મામલે નિવેદન આપ્યું હતું. બચુભાઈ ખાબડે કહ્યું કે, અમે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ ખુબ જ દુઃખદ ઘટના છે. દીકરીના પરિવારની બીજા દિવસે અમે મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યો હતો. અને જેલભેગો કર્યો હતો. અમારી સરકાર દીકરીના પરિવારની સાથે છે અને બંધારણીય જોગવાઇ મુજબ કડકમાં કડક સજા થાય અને દેશમાં દાખલો બેસે તેવી સજા થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો : Madhya Pardesh Accident : MPના મૈહરમાં મોટો અકસ્માત, 9 મુસાફરોના મોત; બસ યુપીથી નાગપુર જઈ રહી હતી