Dahod Case : ગુજરાતના દાહોદમાં દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી. દાહોદ કેસમાં ભાજપ કનેક્શન સામે આવ્યું છે. દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. આ ઘટના બાદ સરકાર આ મામલે કોઈ જ એક્શન ન લેતા સમગ્ર મામલાએ ભારે રાજકીય ગરમાવો થયો હતો. જે બાદ હવે ભાજપ સરકારની સમગ્ર ગુજરાતમાં ભારે વગોવણી થયા બાદ અંતે સરકાર જાગી ખરી. આજે આ કેસની 1700 પાનની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ત્યારે દાહોદ કેસ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને સમગ્ર મામલે માહિતી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ ?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે FSL ની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં દાખલ કરી છે. જેમાં કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મળતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણીની પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ પુરાવાઓનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ પ્રત્યક્ષદર્શીના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.
તે ઉપરાંત Forensic chemistry બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. Forensic Toxicology, Forensic Voice Spectrography: આરોપી એ અન્ય પ્રત્યક્ષદર્શીને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.
આ પણ વાંચો : Navratri 2024 : નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને અર્પણ કરો આ વસ્તુ, જાણો પૂજા મંત્ર અને તેનું મહત્વ