Dahod: ભાજપના પાલિકા પ્રમુખ સામે બળવો કરનારા BJP સભ્યોનો રાજસ્થાનમાં મજા કરતો વીડિયો વાયરલ, રાજકારણમાં ગરમાવો

June 14, 2024

Dahod: દાહોદ પાલિકા પ્રમુખ (Dahod Municipality President) સામે ભાજપના (BJP) જ સભ્યોનો બળવો સામે આવ્યો છે. પાલિકાના 34 પૈકી 24 સભ્યો પ્રમુખના વિરોધમાં છે. ત્યારે આ બળવાખોર શભ્યોનો રાજસ્થાનમાં મજા માણતો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામા વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

બળવાખોર સભ્યોનો રાજસ્થાનમાં મજા કરતો વીડિયો વાયરલ

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાહોદ પાલિકાના ભાજપના પ્રમુખ સામે બળવો કરનારા ભાજપના સભ્યો રાજસ્થાનમાં મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. આવાયરલ વીડિયોમાં પૂર્વ પ્રમુખ રિના પંચાલ હાલના પક્ષના નેતાપણ ડાન્સ કરતા નજરે પડ્યા છે. આ વીડિયો સામે આવતા ભાજપ મોવળી મંડળની ખાનગી બેઠકોનો દોર શરુ થયો છે.

વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

દાહોદમાં નગર પાલિકાના સભ્યો છે તેઓ ક્યાંકને ક્યાંક પાલિકાના પ્રમુખ સામે નારાજગી જોવા મળી રહી છે. અત્યારે પાલિકાના 34 માંથી 24 સભ્યો પાલિકાના પ્રમુખ નિરજ દેસાઈ સામે નારાજ હોય તેવું જોવા મળી રહ્યુ છે. તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરવામા આવી છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી એંદરો અંદર વિરોધનો વંટોળ પણ ચાલી રહ્યો હતો. હાલ જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તેમાં રાજસ્થાન રાજ્યમાં તેઓ મસ્તી કરતા હોય તેવું જોવા મળી રહ્યુ છે. આ બેઠકોના દોર બાદ મોળવી મંડળ શુ નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

આ પણ વાંચો : Ahmedabad: દાણીલીમડામાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 18 ગાડીઓ ઘટનાસ્થળે

Read More

Trending Video