રાજ્યમાં ‘તેજ’ નામના વાવઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવઝોડાને લઈને આગાહી કરવામા આવી છે. વાવાઝોડાના સંકટને જોતાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ત્યારે સંભવિત વાવાઝોડાનો ખતરો હોવાથી જાફરાબાદના દરિયા કિનારે લાગ્યું 2 નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
જાફરાબાદના દરિયા કિનારે લાગ્યું 2 નંબર નું સિગ્નલ
પ્રાપ્ત જાણકારી મુજબ સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને જાફરાબાદના દરિયા કિનારે 2 નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવી છે. જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદરની 600 બોટો દરિયામાં છે. આ તમામ બોટો ફરી દરિયા કાંઠે લાવવા તંત્રએ માછીમારીને સુચના આપી છે. માછીમારોને દરિયો ન ખેડવાની ફિશરીઝ વિભાગે સૂચના આપી છે. તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહી પગલે માછીમારોને સંપર્ક કરીને તમામ બોટો કિનારે લાવવા કવાયત શરૂ કરાઇ છે.
જાણો ક્યારે ક્યા નંબરનું સિગ્નલ લાગે છે ?
આ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાને એલર્ટ કરી દેવાયા છે, ત્યારે અમે તમને જણાવી શું કે , ક્યાં નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે. સ્થિતિ પ્રમાણે વિવિધ બંદરો પર 1 થી 12 નંબરના સિગ્નલ લગાવવામા આવે છે.
1 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 1થી 5 કિમીની હોય ત્યારે 1 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપે છે.
2 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 6થી 12 કિમીની હોય ત્યારે 2 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ દર્શાવે છે કે, માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.
3 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 13થી 20 કિમીની હોય ત્યારે 3 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
4 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 21થી 29 કિમીની હોય ત્યારે 4 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.
5 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 30 થી 39 કિમીની હોય ત્યારે 5 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ સામાન્ય વાવાઝોડું, કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત દર્શાવે છે.
6 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 40થી 49 કિમી હોય ત્યારે 6 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ સામાન્ય વાવાઝોડું, બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
7 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 50થી 61 કિમી હોય ત્યારે 7 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ દર્શાવે છે કે, જ્યારે વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય, ભારે તોફાની પવન ફુંકાઈ શકે છે.
8 નંબરનું સિગ્નલ
જ્યારે પવનની ગતિ 62થી 74 કિમી વચ્ચે હોય ત્યારે લગાવાય છે. ભારે વાવાઝોડું, બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેત દર્શાવે છે.
9 નંબરનું સિગ્નલ
પવનની ગતિ 75થી 88 કિમી હોય ત્યારે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. જોરદાર વાવાઝોડું, બંદર પર તોફાની હવાના અનુભવનો સંકેત.
10 નંબરનું સિગ્નલ
પવનની ગતિ 89થી 102 કિમીની હોય ત્યારે લગાવવામાં આવે છે. ભારે જોરવાળું વાવાઝોડું, બંદર પર ભારે તોફાની હવાના અનુભવનો સંકેત.
11 નંબરનું સિગ્નલ
પવનની ગતિ 103થી 118 કિમી હોય ત્યારે લગાવાય છે. ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.
12-નંબરનું સિગ્નલ
પવનની ગતિ 119થી 220 કિમી હોય ત્યારે લગાવાય છે.