Cyclone Asna Alert: ગુજરાતમાં અસના વાવાઝોડાની શું થશે અસર, રાજ્યને વાવાઝોડામાંથી ક્યારે મળશે મુક્તિ? જાણો પરેશ ગોસ્વામીએ શું કહ્યું

August 30, 2024

Cyclone Asna Alert: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત (Gujarat) પર હવે ચક્રવાત (Cyclone) અસનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રનું ચક્રવાત ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાને લઈને હવામાન  નિષ્ણાંત પરેશ ગોસ્વામીની (Paresh Goswami) આગાહી  સામે આવી છે.   જેમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી ગુજરાત આવતી કાલે સંપૂર્ણ પણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે અને આવતી કાલથી સમગ્ર ગુજરાતમા વાતાવરણ ખુલ્લું થશે અને વરાપનો માહોલ જોવા મળશે.

‘અસના’વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, ડિપ ડિપ્રેશન સિસ્ટમને કારણે રાજ્યમા એક અઠવાડિયા સુઘી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો તે ડિપ્રેશન કચ્છ પર આવીને 36 કલાક માટે સ્થિર થઈ ચુક્યું હતુ અને નબળ પડીને ડિપ્રેશન પણ બન્યુ હતું. પરંતુ ગઈ કાલે તે ધીમે ધીમે આગળ વધવાનું ચાલું કર્યું. એટલે તેને ફરીથી અરબ સાગરમાં એક ભેજ મળ્યો જેથી તે સિસ્ટમ મજબુત થઈ . આ સિસ્ટમ આજે વહેલી સવારે કચ્છનાપશ્ચિમ છેડેથી અરબી સમુદ્રમાં ઉતરી ગઈ છે. આ સિસ્ટમ હવે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.આજે સાંજ સુધીમાં વધુમજબુત બની એક પ્રકારનું સાયક્લોન બનશે આ સાયક્લોનને અસના નામ આપવામાં આવ્યું છે આ નામ પાકિસ્તાને આપ્યું છે.

વાવાઝોડાનું આયુષ્ય કેટલું હશે ?

વધુમાં પરેશ ગોસ્વામીએ જસૌથી ઓછી આયુષ્ય વાળું સાયક્લોન હશેણાવ્યું હતું કે, આજે સાંજે આ સાયક્લોન બનશે અને બન્યા પછી સૌથી ઓછી આયુષ્ય વાળું સાયક્લોન હશે તે 6 થી 10 કલાકમા નબળુ પડી જશે. અને તે પશ્ચિમ તરફ આગળ ધી જશે. સારા સમાચાર તે છે કે, સાયક્લોન ગુજરાતને કોઈ રીતે અસર કરતું નથી. કેમ કે આ સિસ્ટમ કચ્છથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે આનાથીગુજરાતને કોઈ ખતરો નથી. એટલે કોઈએ ગભરાવવાની જરુર નથી.

વાવાઝોડાની ગુજરાતમાં કેવી થશે અસર ?

ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંર, જામનગર જેવા વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં હળવો અને સામાન્ય વરસાદ પડી શકે છે અને પવનની સ્પીડ 40 થી લઈને 6 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં પવનની ઝડપ રહીશકે છે. વરસાદમાં પણ જે છેલ્લા 4 કે 5 દિવસથી વરસાદ પડતો હતો તેમાં ઘટાડો નોંધાશે. અને છુટાછવાયા વરસાદની શક્યતા છે અને આજે સાજ સુધીમાં ગુજરાત સંપૂર્ણ પણે આ સિસ્ટમમાંથી મુકત થઈ જશે. આવતી કાલથી રાજ્યભરમાં વાતાવરણ ખુલ્લુ થઈ જશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ , ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. વધુમાં પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, અસના વાવાઝોડાથી ડરવાની જુર નથી તે ગુજરાતને કોઈ જ પ્રકારે અસર કરશે નહીં.

આ પણ વાંચો : Surat :ખાડારાજથી જનતા ત્રસ્ત, હવે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને

Read More

Trending Video