Cyclone Alert: કચ્છમાં વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લા કલેક્ટર સાથે કરી સમીક્ષા, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ લોકોને કર્યું આ સુચન

August 30, 2024

Cyclone Alert:આજનો દિવસ ગુજરાત (Gujarat) માટે મહત્ત્વનો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, ગુજરાત નજીક બંગાળની ખાડીમાં ‘આસ્ના’ નામનું ચક્રવાત (Cyclone Asna) રચાયું છે અને તેની ગુજરાતના કચ્છ (Kutch) અને સૌરાષ્ટ્રમાં ભારે અસર જોવા મળી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે કરી સમીક્ષા

આજના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના માથે વરસાદી ઘાત મંડરાઈ રહી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે. ત્યારે બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છ પર હવે વાવાઝોડાનું પણ જોખમ છે. ત્યારે કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇ કાલે વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. અને કચ્છ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી હતી. અને આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.

વાવાઝોડાને લઈને કચ્છ કલેક્ટરનો પ્રજાજોગ સંદેશ

મુખ્યમંત્રી સાથે બેઠક કર્યાં બાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે લોકો માટે એક સંદેશ જારી કર્યો છે. જેમાં તેમને આ સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્રની તૈયારી બતાવી હતી. આ સાથે સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કાચા મકાનમાં રહેતા લોકોને સ્થાળાંતર કરવા અપીલ કરી હતી. આ સાથે લોકોને પણ જરુરિયાતમંદને આશરો આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો : જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Read More

Trending Video