IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી બોલિંગ પસંદ કરી, પીચ કોને ફાયદો કરાવશે? જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 વાગ્યે મેચ શરૂ થશે

November 19, 2023

World Cup Final 2023 : વર્લ્ડ કપ (World Cup 2023) ટાઇટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રવિવારે બંને ટીમો સામસામે ટકરાશે. મેચની શરૂઆત પહેલા બંને ટીમોના કપ્તાન ટૉસ માટે ગ્રાઉન્ડ પર આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી.

Image

શું કહે છે અમદાવાદની પિચ
  • પરંતુ શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટ્સમેનો સરળતાથી રન બનાવી શકશે કે પછી બોલરો બેટ્સમેનો માટે પડકાર બની જશે? આ વર્લ્ડ કપમાં મોટાભાગના મેદાન પર બેટ્સમેનો સરળતાથી રન બનાવી રહ્યા છે. જેના કારણે વર્લ્ડકપ દરમિયાન સારો સ્કોર થાય છે.
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટિંગ સરળ રહે છે પરંતુ આ પીચ પર સ્પિનરો માટે પણ અનુકુળ છે. આ પિચ પર ODI મેચોમાં બેટ્સમેન આશરે સરેરાશ 5 રન પ્રતિ ઓવર બનાવે છે. જોકે, આ વર્ષે IPL માં આ આંકડો બદલાતો ગયો હોય તેવું લાગી રહ્યું છે. બેટ્સમેનોએ IPLમાં ઘણા રન બનાવ્યા હતા. આ મેદાન પર ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2010માં ભારત સામે 50 ઓવરમાં 2 વિકેટે 365 રન બનાવ્યા હતા.
  • અમદાવાદમાં ફાઈનલ માટે કાળી માટીની પીચ તૈયાર કરવામાં આવી છે અને તેના પર રોલર પણ ચલાવવામાં આવ્યું છે. આ પીચ પર મોટા સ્કોરનો અવકાશ ઓછો છે પરંતુ સન્માનજનક સ્કોર ચોક્કસ બનાવી શકાય છે. બોલરોમાં ફાસ્ટ બોલર અને સ્પિનરો બંનેને અહીં ફાયદો પહોંચાડી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર ફાઈનલ મેચ જે પીચ પર રમાનાર છે તેના પર લીગ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતુ. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી જેના જવાબમાં ભારતે 30.3 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવી મેચ નામે કરી હતી.

ભારત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ-11

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટમાં), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Read More

Trending Video