Vadodara: વડોદરામાં (Vadodara) ખાસ કરીને ચોમાસાની (monsoon) રૂતુમાં મગર (crocodiles) રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે ફરી એક વાર મહાકાય મગર શહેરના રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હતો. વડોદરાના ભાયલી (Bhayli) વરસાદી પાણીમાંથી આશરે આઠ થી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો, આ જોતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને ( fire brigade) જાણ કરતા ફાયર વિભાગની ટીમે ( fire department team) ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસક્યું (rescued) કર્યું હતું.
ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના ભાયલી ખાતે શનિવારે મોડી રાત્રે મહાકાય મગરે ડેરો નાખતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મગર ઘુસી આવ્યો હતો.ભાયલીના યુવાને મગરને જોતા શ્રી સાઈ દ્વારકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી.જેથી સંસ્થાના પ્રમુખ જયેશભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.
ભારે જહેમતે મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું
પાંચ થી સાત ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામા આશરે આઠથી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો. ત્યારે જયેશભાઈ અને પ્રાણી જીવરક્ષાની ટીમે સાથે મળી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી.ખાડામાં પાણી હોવાથી ફાયર બ્રિગેડની મદદથી સૌપ્રથમ પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું. આમ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.મગરનું સફળતાથી રેસ્ક્યુ થતાં ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે ફોરેસ્ટ વિભાગની ટિમ મગરને રિલીઝ કરવા લઈ ગઈ હતી.
આ પણ વાંચો : Gujarat Politics: અડધું ગુજરાત અતિવૃષ્ટિમાં અને ટુરિઝમનો તાયફો !