Loksabha Election 2024 ને લઈ ગુજરાત ભાજપ (Gujarat BJP) પ્રદેશ પ્રમુખે મોટી આગાહી કરી છે. રાજકોટમાં તેમણે નિવેદન આપ્યું છે કે, લોકસભામાં (Loksabnha 2024) ગુજરાતની (Gujarat) તમામ બેઠકો પર ભાજપની (BJP) જીત થશે. તેમણે 5 લાખથી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો છે. ચૂંટણીમાં (Elections) મહિલાઓ (Women) અને યુવાઓને (Youth) તક અપાશે.
યુવાનો, મહિલાઓને મળશે ચાન્સ
રાજકોટમાં (Rajkot) ભાજપ પ્રદેશ પ્રમુખના આ સુચક નિવેદને ચર્ચા જગાવી છે તેમણે આ લોકસભામાં યુવાનો અને મહિલાઓને ટિકિટ અપાશે તેવું નિવેદન આપ્યું છે ત્યારે હાલની ટર્મના ઘણાં જુના જોગી સાંસદોની ટિકિટ કપાય તેવી પ્રબળ શક્યતા છે.
પાટિલનો સંકલ્પ
ગત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections 2022) ભાજપ 182 માંથી 182 સીટો જીતવાના ટાર્ગેટ સાથે આગળ વધી હતી પરંતુ ભાજપ 156 સીટ જીતી શકી હતી અને જ્યાં સુધી 182 માંથી 182 સીટો નહી જીતાય ત્યા સુધી સીઆર પાટીલે હાર નહી પહેરે તેવો સંકલ્પ લીધેલો છે.
હેટ્રીકનો ટાર્ગેટ
હાલ ગુજરાતમાં લોકસભાની (Loksabha Gujarat) કુલ 26 સીટો છે અને તે 26 સીટો ભાજપ પાસે છે. વર્ષ 2014થી ભાજપ 26 સીટો પરથી જીત્યું છે આ વખતે પણ 26માંથી 26 સીટો જીતી હેટ્રીક કરવાના ઈરાદા સાથે ભાજપ કામ કરી રહ્યું છે.