Surat ના બહુચર્ચિત માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય, બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા

February 17, 2025

Mangrol gang rape case :સુરતના (Surat) માંગરોળમાં (Mangrol )  થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.હવે બંને તેમના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. નોંધનીય છે કે કોર્ટે આ કેસમાં ૧૩૦ દિવસમાં ઝડપી ટ્રાયલ ચલાવીને ન્યાય અપાવ્યો હતો.પોલીસે ગેંગ રેપ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીથી મૃત્યુ થયું હતું.

બહુચર્ચિત માંગરોળ બળાત્કાર કેસમાં કોર્ટનો નિર્ણય

સુરતના બહુચર્ચિત માંગરોળ બળાત્કાર કેસના ચાર મહિના પછી, કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગેંગરેપના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક આરોપીનું કોર્ટ ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. તેથી, બંને આરોપીઓ સામેના કેસમાં પુરાવાના આધારે, કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા અને કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ તમામ પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષીત જાહેર કર્યા

વાત કરવામાં આવે તો નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો હતો. જણાવવામા આવી રહ્યુ છે કે, આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. તેમજ પોલીસે જે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા તેને કોર્ટે માન્ય રાખ્યા છે.તેમજ કોર્ટમાં પીડિતાએ પણ આરોપીની ઓળખ કરી હતી.ત્યારે આ તમામ પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષીત જાહેર કર્યા હતા અને આજે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.

આરોપીઓની સજા મામલે  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વિટ

આ મામલે  હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું કે,નવા ભારતીય ન્યાય સંહિતા કાયદા હેઠળ ઝડપી ન્યાય: ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી માટે એક નવો યુગ, ઘટનાના માત્ર 130 દિવસમાં, નવા ભારતીય ન્યાય સંહિતા કાયદા (BNSS), 2023 હેઠળ 3 બળાત્કારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા અને તેમના છેલ્લા શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી. ઝડપી અને કડક ન્યાય સુનિશ્ચિત કરવા બદલ સુરત પોલીસ અને સ્પેશિયલ POCSO કોર્ટને અભિનંદન!

શું બની હતી સમગ્ર ઘટના

સમગ્ર ઘટના વિશે વાત કરવામા આવે તો સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી આ દરમિયાન ત્યાં ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા અને અહીં કેમ ઊભાં છો? એમ કહીને તેમને ધમકાવ્યા હતા તે બાદ તેમને માર મારીને તેમના મોબાઈલ લઈ લીધા હતા. જે બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા અને આ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓએ સગીરાને પોતાની સાથે શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું, જો કે, સગીરા અને તેના મિત્રએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સગીર છોકરી પડી ગઈ, ત્યારે આરોપીઓએ તેને પકડી લીધી અને શેરડીના ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતા જેથી આરોપીઓ ડરીને ત્યાથી ભાગી ગયા હતા.

આ પણ વાંચો : ભાજપ સરકારને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપડી વાત નહીં સાંભળે: ડિમોલિશનની કાર્યવાહી મુદ્દે જીગ્નેશ મેવાણીનો હુંકાર

Read More

Trending Video