રાજ્યની મહાનગરપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પદાધિકારીઓની નિમણૂંક માટે ગઈકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા નામ પર મંથન કર્યાં બાદ આજે અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) 15 કાઉન્સેલરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરી દેવા પ્રદેશ ભાજપ તરફથી સુચના આપવામાં આવી છે.
Ahmedabad Municipal Corporation – AMC સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભરવા માટે બીજેપી તરફ થી નીચેના કોર્પોરેટરોને સુચના અપાઇ pic.twitter.com/uCZ6u6Ecum
— Nirbhaynews (@nirbhaynews1) September 6, 2023
જણાવી દઈએ કે, ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નો-રિપિટ ફોર્મ્યૂલા અપનાવી છે. નવા લોકો સ્થાન મળે અને નવા લોકો અનુભવોનો લાભ મળે તે માટેનો આ પ્રયાસ છે. વધુ લોકોને તક મળે અનુભવ મળે ભાજપ 90.5 ટકા સીટ જીત્યા નવા લોકોને તક મળવી જોઈએ ટ્રેન થાય તે માટે આ નિર્ણય કર્યો છે. જનરલ સીટો પર જનરલ રહે તેવો પ્રયાસ છે. તમામ પાસાઓ ધ્યાનમાં રાખી ચકાસીને નિર્ણય કરવાનો નિર્ણય કર્યો ત્યારે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 15 કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરી દેવા સુચના અપાઈ છે.
કોર્પોરેટરોનું લીસ્ટ…
- જતીન પટેલ
- પ્રિતિશ મહેતા
- પ્રદિપ દવે
- દેવાંગ દાણી
- મેહુલ શાહ
- વિજય પંચાલ
- પંકજ ભટ્ટ
- બકુલાબેન એન્જીનિયર
- દશરથ પટેલ
- ઓમપ્રકાશ બગાડી
- આરતીબેન પંચાલ
- વિપુલ પટેલ (સોમભાઈ)
- માનસિંહ સોલંકી
- ગીરીશ પટેલ
ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી જેમાં રાજ્યની મહાનગરપાલિકા, નગપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ્રમુખો તથા અન્ય પદો પર નામો નક્કી કરવામાં આવ્યા હતા. લગભગ 1500 જેટલા સભ્યોની આ જવાબદારી સોંપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દરેક જિલ્લામાં દરેક સિટ માટે 3 નિરિક્ષકોને મોકલાયા જેમણે દરેક જિલ્લામાં જઈને સાંભળ્યા હતા.